મોરબી ઉંચી માંડલ ગામના તલાટી મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

16 April 2018 04:11 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.16
મોરબીના ઉંચી માંડલ ગામે પંચાયત ઓફિસમાં તલાટી મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી જેથી તેણે તાલુકા પોલીસ સ્ટેશને ફરજમાં રૂકાવટની તેમજ ધમકી દીધાની ફરિયાદ નોંધાવી માટે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મોરબી રહેતા અને ઉચી માંડલ ગામે તલાટી તરીકે ફરજ બજાવતા ડેનીશ નારણભાઈ ઝાલરિયા ગત તા. 13ના રોજ ઉંચી માંડલ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રી કામગીરી કરી રહ્યા હતા ત્યારે નવીન ભાણા નામનો શખ્શ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવ્યો હતો જેથી તલાટી મંત્રીએ તેને બહાર જવા માટે કહ્યું હતું જેથી ઉશ્કેરાઈને નવીને રૂબરૂ તેમજ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા તલાટી મંત્રીએ રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી માટે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છછે.
વિદેશ દારૂ
શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનની બાજુમાં બનાવેલી ઓરડીમાં દારૂ હોવાની બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે ઓરડીમાંથી 69 બોટલ વિદેશી દારૂની મળી આવ્યો હતો જેથી પોલીસે 20,700નો દારૂ કબજે કરીને 2 મોબાઈલ સાથે ધર્મેન્દ્ર રોહિત બારોટની ધરપકડ કરી હતી અને અન્ય આરોપી ભૂપત દેવજી બોરીચા રહે. ફડસર વાળાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે.
બાઈકમાં આગ ચાંપી!
સામાકાંઠા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાપી દેવામાં આવી હતી જેથી બે બાઈક બળી ગયા હતા જો કે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ગેલેક્સી સોસાયટીના રહેવાસીઓના બાઈક તેના ઘરની બહાર પાર્કિંગ કરેલા હતા ત્યારે રાત્રીના અજાણ્યા શખ્સોએ તેને નિશાન બન્વીને કાંડી ચાપી દીધી હતી જેથી બે બાઈક બળી ગયા હતા જોકે આ બનાવની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ હજુ સુધી નોંધાવવામાં આવી નથી.


Advertisement