બે ટ્રક દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બુટલેગરો સામે ખોટી બીલ્ટીઅો બનાવતા કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધાયો

16 April 2018 04:07 PM
Rajkot

અેક માસ પહેલા પીઠળીયા નજીક : દારૂની હેરાફેરીમાં નામાંકીત કંપનીની બોગસ ટપાલો અને મોટા સહી સીક્કા કરી કરોડોના દારૂની સપ્લાઈ કરતા

Advertisement

રાજકોટ તા. ૧૬ તાજેતરમાં જેતુપર પીઠળીયા ગામની ગોળાઈ નજીક અાર.અાર.સેલની ટેકનીકલ ટીમે મળેલી ચોક્કસ બાતમીના અાધારે હરીયાણા પાસીઁગના બે ટ્રકને અટકાવી તલાશી લેતા લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો તે દરમ્યાન ટ્રકમાંથી મળી અાવેલ ટપાલ (બીલ્ટી)અો ખોટી હોવાનું તપાસમાં ખુલતા અને બીલ્ટી બોગસ ઉભીક રી હોવાથી વીરપુર પોલીસે તમામ બુટલેગર સામે કાવતરાની કલમનો ઉમેરો કરી અલગથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી વિગતો અનુસાર ગત ૪/૩/૧૮ ના રાજકોટ અાર.અાર. સેલની ટેકનીકલ ટીમે જેતપુર નજીક પીઠડીયા ગામની ગોળાઈમાં બે ટ્રકને બાતમીના અાધારે ઝડપી લીધા હતા. અાર અાર સેલે ટ્રક અેચ.અાર. ૪૭ સી ૬૯૩૩ માં તલાશી લેતા બો ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી અાવતા પોલીસે ટ્રક ચાલક સહીતના શખ્સોની ઘરપકડ કરી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી હતી. વીરપુર પોલીસ મથકના પી.અેસ.અાર. અાર.ડી. ચૌહાણે અને અાર.અાર. સેલે તપાસ હાથ ધરતા દારૂની હેરાફેરી દરમ્યાન ટ્રકમાં માલની હેરાફેરીની ટપાલો (બીલ્ટીઅો) અન્ય માલ હોય તે પ્રમાણેની બોગસ અને નામી પેઢી કે કંપનીના નામે ખોટી બીલ્ટીઅો ઉભી કયાૅનુ ઘ્યાને અાવ્યુ હતું. જે અંગે ટેકનીકલ સેલના હેડ કોન્સ અમીતભાઈ કનેરીયા સ્ટાફ તરફે ફરીયાદો બની છ શખ્સો સામે કાવતરાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ અાર.ડી. ચૌહાણ ચલાવી રહ્યા છે. પોલીસે ટ્રક સાથે ઝડપી પાડેલા સુરેશ, મદન, કશ્મીર સીગ, હરજીદર સીગ, ધીરેન કારીયા તેમજ ખોટી બીલ્ટીઅો બનાવી સહી કરનાર અજાણ્યા શખ્સો સામે ૧ર૦ બી ૧૭૭, ૧૯૩, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭ર, ૪ટર હેઠળ ગુનો નોંધી ઘરપકડ કરવા તપાસના ચક્રો ગતીમાન કયાૅ છે.


Advertisement