નવાગઢમાં પ્રેમી પંખીડાએ સજોડે કરેલા આપઘાતથી અરેરાટી

16 April 2018 04:03 PM
Dhoraji Crime
  • નવાગઢમાં પ્રેમી પંખીડાએ સજોડે કરેલા આપઘાતથી અરેરાટી

ઝેરી દવા ગટગટાવી ગળેફાંસો ખાઈ અંતીમ પગલું ભરી લીધું: ભારે અરેરાટી

Advertisement

(દિલીપ તનવાણી દ્વારા)
જેતપુર તા.16
જેતપુરના નવાગઢમાં ઈદ્ મસ્જીદ ધાર વિસ્તારમાં પ્રેમી પંખીડાએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ભારે અરેરાટી પ્રસરી છે. આ બનાવ અંગે પી.એસ.આઈ. ચાવડાએ તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરના નવાગઢમાં ઈદ્ મસ્જીદ વિસ્તારમાં રહેતા રમીજ જૂમાભાઈ લાડક સંધી (ઉ.22)ના મકાનમાં રમીજ લાડક તથા તેની પ્રેમીકા ભાવનાબેન રાજૂભાઈ વાવડીયા રાવળ (ઉ.16)એ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસ દરમિયાન મરણજનાર બન્નેને પ્રેમ સબંધ હોય બન્નેના ઘરના સભ્યો આ બાબતે કાંઈ જાણતા નહોય અને બન્નેને એમ લાગેલ કે આ પોતાના પ્રેમ સબંધ બાબતે તેના ઘરના સભ્યોને જાણ થઈ જશે. જેથી બન્ને જણાએ સાથે પોતાની મેળે મરણજનાર રમીજના ઘરે પ્રથમ ઝેરી દવા પી ત્યારબાદ બન્ને જણાએ પોતાની મેળે ચુંટડીના ફાંસો બાંધી ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.


Advertisement