ગોંડલના સુલતાનપુર ગામ પાસે ભાદરકાંઠેથી ખનીજચોરી ઝડપાઇ : 13 શખ્સોની અટકાયત

16 April 2018 04:00 PM
Gondal Crime
  • ગોંડલના સુલતાનપુર ગામ પાસે ભાદરકાંઠેથી ખનીજચોરી ઝડપાઇ : 13 શખ્સોની અટકાયત

25 લાખનો મુદામાલ કબ્જે : પોલીસ તપાસ

Advertisement

ગોંડલ તા.16
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ પાસે આવેલ ભાદર કાંઠા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોય ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એએસપીએ દરોડો પાડી 8 ટ્રેક્ટર, એક જેસીબી, એક હોડકા સાથે 13 જેટલા શખ્સોને અટક કરતાં રેતી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ક્ધસ્ટ્રકશન લાઈનમાં ભાદરકાંઠાની રેતીનું ખૂબ જ મહત્વ હોય જેના કારણે આ કાળી રેતીની માંગ પણ વધુ રહેતી હોય રેતી ખનીજ ચોરો બેખોફ બની રેતી ચોરી કરી રહ્યા હોય ગઇકાલે સવારના સુમારે ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એ.એસ.પી અમિત વસાવાએ સુલતાનપુર પાસે ભાદર નદી કાંઠે દરોડા પાડી 8 ટ્રેક્ટર એક જેસીબી મશીન તેમજ એક હોડકો સાથે 13 શખ્સોની અટક કરતાં ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ દરોડા કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર અને ડી સ્ટાફે પણ ફરજ બજાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ નો વ્યાપ ખૂબ જ મોટો હોય સુલતાનપૂર થી લઇ શિવરાજગઢ સુધી અનેક જગ્યાઓએ રેતી માફિયાઓ પોતાનો અડીંગો જમાવી બેઠા હોય પ્રોબેશનલ એએસપી દ્વારા દરોડાનો દોર શરૂ રાખી દરેક જગ્યાએથી રેતી માફિયાઓ ને હટાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
ખનીજ માફિયા અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા મીલીભગત કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું ઘણીવાર ક્ધસ્ટ્રકશન લોબીમાં ચર્ચાતું હોય છે પ્રોબેશનલ એએસપી દ્વારા આજે દરોડો પડાતાં લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામ પાસે પણ ટોટા જેવા સાધનો ફોળી કાળા પથ્થરની ચોરી થતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે આ જગ્યા પર દિવસ-રાત ટોટા ફૂટવાના અવાજો આવતા હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું.
આ ઘટનામાં એક જેસીબી કિં.રૂા.10 લાખ હોડકો કિં. રૂા.3 લાખ, 8 ટ્રેકટર કિં.12 લાખ મળી કુલ 2પ લાખનો મુદામાલ કબ્જે થયો.


Advertisement