સાતડા દૂધ મંડળીના મંત્રીએ બોગસ ઓર્ડર એસીબીમાં રજુ કરી છેતરપીંડી-કાવત્રુ રચ્યુ છે: પો.કમિશ્ર્નરને ફરિયાદ

16 April 2018 03:59 PM
Rajkot

ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ સી.પી.ને લેખીત રાવ કરી જવાબદાર સામે ગુનો નોંધવા કરી માંગ

Advertisement

રાજકોટ તા.16
રજાકોટ શહેર એસીબી બ્રાંચે તાજેતરમાં રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના કેમીસ્ટના રૂા.50 હજારની લાંચના કેસમા ફરીયાદી સાતડાના દૂધ મંડળીના મંત્રીએ રાજકોટ ડેરીના બનાવટી લેટરપેઢ ઉભુ કરી ડેરીનો બોગસ ઓફીસ ઓર્ડર અને અધ્યક્ષની સહી કરી એસીબીમાં રજુ કર્યાનું ધ્યાને આવતા ડેરીના ચેરમેન ગોવીંદભાઈ રાણપરીયાએ પોલીસ કમિશ્ર્નરને લેખીત અરજી કરી તપાસ ગેરમાર્ગે દોરવાનું કામ કરનાર સાતડાના મંત્રી સામે કાવત્રાની કલમ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર એસીબી બ્રાંચે તાજેતરમાં રાજકોટ જીલ્લા સરકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ) ડેરીના કેમીસ્ટ સાજનકુમાર ગધેથરીયાને રૂા.50 હજારની લાંચના છટકામાં ઝડપી લીધા હતા.
આ ચકચારી લાંબ પ્રકરણમાં કુવાડવાના સાતડા ગામ દૂધ મંડળીનો મંત્રીએ એવી ફરીયાદ કરેલ કે દૂધના નમુના ફેઈલ નહી કરવા અને દૂધ ચાલુ રાખવા અંગે કેમીસ્ટે રૂા.50 હજારની લાંચ માંગી હતી જે અંગે એસીબીએ ટ્રેપ ગોઠવી કેમીસ્ટને લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો.
આ લાંચ પ્રકરણ બાદ ફરીયાદીએ 22/3/18ના ઓફીસ ઓર્ડર લેટરપેડ વાળો એસીબીમાં રજુ કર્યો હતો. પરંતુ આવો કોઈ ઓર્ડર કે લેટરબેડ ભલામણ પત્ર લખવામાં નહી આવ્યાનું ડેરીના ચેરમેનના ધ્યાને આવ્યું.
જેથી રાજકોટ ડેરીના ચેરમેન ગોવીંદભાઈ રાણપરીયાએ રાજકોટ ડેરીના લેટરપેડ સાથેનો ઓફીસ ઓર્ડર ખોટો હોવાનું અને ચકાસણી કરતા આ દૂધ ઉત્પાદક સંઘના અધિકૃત આઉટવર્ડ નંબર પણ નથી તેમજ જે ફોન્ટનો રાઈટીંગમાં ઉપયોગ થયો છે તે ડેરી કચેરી ઉપયોગમાં લેવાતો જ ન હોવાની ખરાઈ કર્યા બાદ સાતડા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રીએ બોગસ લેટરપેડ બનાવટી અને ખોટી સહી કરી ગુન્હાહીત કાવત્રુ આચર્યુ હોય સાતડાના મંત્રી સામે છેતરપીંડી અને કાવત્રાની કલમો હેઠળ ગુનો દાખલ કરવા રાજકોટ ડેરીના ચેરમેન રાણપરીયાએ લેખીતમાં પોલીસ કમિશ્ર્નરને ફરીયાદ કરી છે.


Advertisement