સમઢીયાળાની સીમમાં જુગાર રમતા છ શખ્સોની ધરપકડ

16 April 2018 03:59 PM
Dhoraji Crime

રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂા.૧.૧પ લાખનો મુદામાલ કબ્જે

Advertisement

રાજકોટ, તા. ૧૬ ઉપલેટા તાલુકના સમઢીયાળાની સીમમાં અાવેલી વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને અાધારે રૂરલ અેલસીબી પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી તેની પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂા. ૧.૧પ લાખનો મુદામાલ કબ્જે કયોૅ છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઉપલેટા તાલુકાનાં સમઢીયાળા ગામે સીમમાં જયંતિલાલ જીણાભાઈ રૂપાપરાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને અાધારે રાજકોટ રૂરલ અેલસીબીના ઈન્ચાજૅ પીઅાઈ જે.અેમ.ચાવડા સહિતનાં સ્ટાફે દરોડો પાડી જયંતિ જીણાભાઈ રૂપાપરા, સલીમ હાસમભાઈ ગુલમામદભાઈ ગામેતી, ભુપત દાસાભાઈ ખાંભલા રબારી, અશરફ અલીભાઈ સમા, રજનીકાંત મનસુખભાઈ કાલરીયા અને જયેશ કાળુભાઈ મકવાણાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂા. ર૪,૭૦૦ની રોકડ, ચાર બાઈક સહિત રૂા. ૧.૧પ લાખનો મુદામાલ કબ્જે કયોૅ હતો.


Advertisement