જેતપુરમાં પ્રેમીઅે યુવતી પર નિલૅજજ હુમલો કરી ઘર પર પથ્થરના ઘા કયાૅ

16 April 2018 03:58 PM
Dhoraji Crime

પ્રેમસબંધનો ઈન્કાર કરનાર યુવતીના પિતાની દુકાને પહોંચી ધરાર પ્રેમીઅે તોડફોડ કરી : જેતપુર સીટી પોલીસમાં ગુનો નોંધાયો

Advertisement

રાજકોટ તા.૧૬ જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતી અેક યુવતીને ધરાર પ્રેમીઅે હાથ પકડી બિભીત્સ માંગણી કરતાં યુવતીઅે ના પાડી દીધી હતી. જેથી ધરાર પ્રેમી યુવતીના પિતાજીની દુકાને પહોંચી ગયો હતો.અને દુકાનમાંં તોડફોડ કરી ધમકી અાપ્યાની ફરિયાદ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવામાં અાવી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી તેના ઘર પાસે અેકલી હતી ત્યારે જેતપુરના દરેડી ધારે રહેતો ચિરાગ અશોકભાઈ પરમાર નામનો ધરાર પ્રેમીઅે યુવતીને પ્રેમનો અેકરાર કરતા યુવતીઅે ઈન્કાર કયોૅ હતો. અને ત્યારબાદ ફોન પર તેમજ યુવતીનો અેકલતાનો લાભ લઈ બિભીત્સ માંગણી કરતો હતો. તેમજ યુવતીનો હાથ પકડી છેડતી કરતો હતો. યવતીઅે ઈન્કાર કરતા ચિરાગ અશોકભાઈ પરમાર યુવતીના પિતાજીની બુટ ચંપલની દુકાને જઈ તોડફોડ કરી નુકસાન કયુૅ તેમજ તેમને બે ફામ ગાળો અાપી તેમજ યુવતીના માતારુપિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી અાપી ઘર પર પથ્થરોના છુટટા ઘા કયાૅ હતા. અા બનાવ અંગે જેતપુર સીટી પલીસ મથકના સ્ટાફે યુવતીની ફરિયાદ પરથી ધરાર પ્રેમી ચિરાગ પરમાર વિરૂઘ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તેના ઘરે દરોડા પાડયા હતા.


Advertisement