જામકંડોરણામાં કાકા-બાપાના બે પુત્રોના હાટૅઅેટેકથી મોત

16 April 2018 03:56 PM
Dhoraji

દલીત પરિવારમાં શોકની લાગણી : પોલીસ તપાસ

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૧૬ જામકંડોરણામાં કાકારુબાપાના બે પુત્રોના હાટૅઅેટેકથી મોત થતા ભારે અરેરાટી પ્રસરી છે. અા અંગે મળતી વિગતો અેવા પ્રકારની છે કે જામકંડોરણાના ઈન્દીરા નગર ખાતે રહેતા અનીલ ચંદુભાઈ ચુડાસમા (ઉ.વ.રપ)ને હાટૅઅેટેક અાવતા તેને જામકંડોરણા સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જતા સારવાર દરમ્યાન તેનું મોત થયેલ હતું. મરણ જનાર અપરણીત હતા.જયારે બીજા બનાવમાં તેના જ પરિવારના સુરેશ રામજી ચુડાસમા (રહે. બંને જામકંડોરણા)નું પણ હાટૅ અેટેકથી મોત થતા જામકંડોરણા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. અેક તરફ અાંબેડકર જયંતિ અને દલીત પરિવારના જુવાનજોધ ર યુવાનોના મોત થતા બંને પી.અેમ. જામકંડોરણાના સરકારી દવાખાને કરવામાં અાવેલ હતા. અા બનાવ અંગે જામકંડોરણા પોલીસન જમાદાર ઈન્દ્રસિંહ જાડેજા તપાસ ચલાવી રહેલ છે.


Advertisement