ગોંડલના ચરખડી ગામની સીમમાં વીરપુરની યુવતીનો કુવામાં ઝંપલાવી આપઘાત

16 April 2018 03:52 PM
Gondal

ચોરડીમાં યુવક-યુવતીને ભગાડી જતા મારામારી : રાયોટીંગનો ગુનો નોંધાયો

Advertisement

ગોંડલ તા.16
ગોંડલ તાલુકાના ચરખડી ગામે વીરપુર જલારામ ગામથી ખેત મજૂરી કામ કરવા આવતી મુસ્લિમ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીરપુર જલારામ ગામે રહેતા હારૂનભાઇ તબરા ની 19 વર્ષીય પુત્રી અફ્સાનાએ ચરખડી ગામની સીમમાં આવેલ ભરતભાઈ ખીમજીભાઈ પાંચાણી ની વાડી કોઈ અગમ્ય કારણોસર કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા તેના મૃતદેહને કુવા માંથી બહાર કાઢી ગોંડલ સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર બીજલભાઇ રાણેસરા હાથ ધરી હતી. અફસાના ત્રણ ભાઈઓની એકને એક બહેન હતી અને ખેત મજૂરી કરી પરિવારના ગુજરાત ચલાવવામાં મદદ કરતી હતી તેના પિતા હારૂનભાઇ વિરપુર હોટલમાં કામ કરી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
યુવતીને ભગાડી જતા મારામારી
ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા પુનમબેન જયસુખભાઇ સોલંકી ઉંમર વર્ષ 32 ના ફૈબાનો દીકરો પરમાર પરીવારની પુત્રીને ભગાડીને લઈ જતા ગામમાં જ રહેતાં ચનાભાઈ જાદવભાઈ પરમાર તેના બે પુત્ર મનીષ અને કાળું તેના પત્ની હંસાબેન, કનુભાઈ જાદવભાઈ પરમાર તેનો પુત્ર જીગ્નેશ અને અલ્કેશ તેમજ નિમુબેન સહિતનાઓએ એકસંપ કરી પૂનમબેનને તલવાર ધોકા પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.પી અમિત વસાવાએ હાથ ધરી છે.


Advertisement