ભાવનગરમાં ટ્રાફીક બ્રિગેડ જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી

16 April 2018 03:52 PM
Bhavnagar

ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરતી પોલીસ : ચકચાર

Advertisement

ભાવનગર તા.16
ભાવનગરના હલુરીયા ચોકમાં ટ્રાફીક બ્રિગેડ જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી થતાં મામલો ટ્રાફીક શાખાએ પહોંચ્યો હતો. આ ઘટનામાં ત્રણ શખ્સ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભાવનગરના હલુરીયા ચોકમાં વાહન અટકાવવા મામલે નવાપરા વિસ્તારના ત્રણ શખ્સ અને ટ્રાફીક બ્રિગેડ જવાન કુલદિપસિંહ રાયઝાદા બાદ ઝપાઝપી થતાં મામલો ટ્રાફીક શાખાએ પહોંચ્યો હતો. ટ્રાફીક શાખાની કચેરીએ પણ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ ઘટનાના પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ટ્રાફીક શાખાની કચેરીએ દોડી ગયો હતો. આ ઉપરાંત મુસ્લિમ સમાજના લોકો પણ દોડી આવ્યા હતાં.
આ બનાવ અંગે ટ્રાફીક બ્રિગેડ જવાન કુલદીપસિંહ તથા વાહન ધારકે માહિતી આપી હતી. આ બનાવ અંગે એએસઆઇ હરપાલસિંહ જાડેજાએ નવાપરા વિસ્તારમાં રહેતા સાજીદભાઇ રઝાકભાઇ, અકરમભાઇ સહિત ત્રણ શખ્સ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ ઝડપાયો
ભાવનગર તરસમીયા રોડ પર આવેલ બાવળની કાંટમાંથી ભરતનગર પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના તરસમીયા રોડ પર આવેલ બાવળની કાંટમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતાં બાવળની કાંટમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની 84 બોટલ મળી આવી હતી.
આ કાર્યવાહી અંગે ભરતનગર પોલીસ મથકના ઇન્સ્પેકટર જે.એમ.ચાવડાએ માહિતી આપી હતી. ભરતનગર પોલીસે રૂા.2પ હજારની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement