કોટડા સાંગાણીમાં દીપડાનો બાળક પર જીવલેણ હુમલો

16 April 2018 03:51 PM
Gondal Crime
  • કોટડા સાંગાણીમાં દીપડાનો બાળક પર જીવલેણ હુમલો

વનવિભાગની ઘોર બેદરકારીથી લોકોમાં આક્રોશ

Advertisement

(કલ્પેશ જાદવ)
કોટડાસાંગાણી તા.16
કોટડાસાંગાણી ની સીમ મા પેટીયુ રળતા મજુર ના બાળક પર દિપડાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.સંજયભાઈ નાયક મુળ છોટાઉદેપુર ના કડીલા ગામ ના રહેવાશી અને હાલ કોટડાસાંગાણી મા અરડોઈ રોડ પર ઠાકોર મુળવાજી કોલેજ પાછળ વાડી ધરાવતા હરેશભાઈ ધીરુભાઈ ભુત ની વાડી એ મજુરી કરી ગુજરાન ચલાવે છે ત્યારે શનિવારે રાત ના આઠ વાગ્યા આસપાસ વાડી એ આવેલ મકાન ની સામે ઘર ના સભ્યો બેઠા હતા અને અને તેમનો પુત્ર રોહીત ઉંમર વર્ષ પાંચ જે તેમની માતા રસોઈ બનાવતી હોય તે વેળાએ રોહીત ત્યા રમી રહ્યો હતો ત્યારે અચાનક દિપડાએ રોહિત પર હુમલો કરતા માતા હેબતાઈ ગઈ હતી અને રોહીતે રાડારાડ કરતા માતાએ હિંમત દાખવી ચુલા માથી સળગતુ લાકડુ કાઢી દિપડા ની પાછળ દોડતા દિપડો ભાગી છુટ્યો હતો રોહીત ની રાડારાડ સાંભળીને આસપાસના ખેડુતો ત્યા દોડી આવ્યા હતા રોહીત ને માથાના પાછળ ના ભાગે અને કાન મા ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે કોટડાસાંગાણી ની સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાના મેડિકલ ઓફિસર પી જી ઢોલરીયા સાહેબે પ્રાથમિક સારવાર કરી હતી અને માથાના પાછળના ભાગે સાત ટાંકા લેવા પડ્યા હતા ઈજા ના નીશાનો વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે બાળક ને ગોંડલ ખસેડાયો હતો.કોટડાસાંગાણી આર એફ ઓ ની ઘોર બેદરકારી સામે આવી હતી. આ બાબતે વાડી માલિક હરેશભાઈ એ માનવતા દાખવી આ દિપડો કોઈ અન્ય લોકો માટે મુસીબત રુપ નો બને તે માટે ઝડપથી દિપડો પાંજરે પુરાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામા આવે તે માટે આર એફ ઓ
રમણીકભાઈ જેઠવા નો ટેલીફોનીક સંપર્ક કરતા તેમનો મોબાઇલ સતત સ્વીચ ઓફ આવતો હતો જેથી આર એફ ઓ ની ઘોર બેદરકારી સામે આવી હતી વધુ મા વાડી માલિકે જણાવ્યુ હતુ કે કોટડાસાંગાણી ની આસપાસ બે દિવસથી દિપડો આંટાફેરા કરે છે જેની જાણ વન વિભાગ ને કરાઈ હોવા છતા કોઈ પગલા લેવાયા નો હતા જેના કારણે આજે રોહિત હોસ્પિટલ ના બીછાને આવ્યો છે જો રોહિત નો દિપડાના હુમલાથી જીવ ગયો હોત તો જવાબદાર કોણ ગણાત તેવો પ્રશ્ન અહી ઉભો થયો છે.


Advertisement