માણાવદરની જીનીંગ મીલમાંથી સવા બે લાખની ચોરી

16 April 2018 03:50 PM
Junagadh

વંથલીના નાના કાજલીયાળાની સીમમાં ખેત ઓજારાની તસ્કરી

Advertisement

જુનાગઢ તા.16
માણાવદરની જાણીતી જીનીંગ એન્ડ પ્રેસ કુલદીપ ફેકટરીના તાળા તોડી તસ્કરો, રૂા.2,27,000ની રોકડ મત્તા ચોરી થયાની ફરીયાદ ફેકટરીના સંચાલક પટેલ જીતેન્દ્રભાઈ સવસાણીએ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ માણાવદરથી 2 કી.મી. દુર મીતડી રોડ પર આવેલ કુલદીપ જીનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી ધરાવતા અને કૈલાશનગર સોસાયટીમાં બ્લોક નં.9માં રહેતા પટેલ જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ સવસાણી (ઉ.52)ની ફેકટરીની ઓફીસના બારણાના નકુચા તોડી અંદર ઓફીસના કબાટના લોક તોડી કબાટમાં રાખેલ રોજમેળના રોકડ રૂા.2,27,000ની કોઈ ઈશમો ચોરી કરી લઈ ગયાની ફરીયાદ માણાવદર પોલીસમાં નોંધાવતા પીએસઆઈએ ડોગ સ્કવોડ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
સીમ ચોરીના બનાવો
વંથલીથી 6 કી.મી. કાજલીયાળા ગામે રહેતા ખેડુત મોહનભાઈ અરજણભાઈ ટાંક (ઉ.75)ની વાડી બોડકા ગામની સીમ રસ્તે આવેલ હોય વાડીની ઓરડીમાં રાખેલા ત્રણ બોરી ઘઉં રૂા.2600 લોખંડના બે ટુકડા, રૂા.500 કોદારી પાવડો ડીસમીસ રૂા.300 મળી કુલ રૂા.3400ની ચોરી કોઈ અજાણ્યા ઈશમો કરી ગયાની ફરીયાદ ગઈકાલે વંથલી પોલીસમાં નોંદાઈ છે. ઉપરાંત બાજુની વાડી ધરાવતા કીરીટભાઈ નાનજીભાઈ સોલંકી રસીકભાઈ રણછોડભાઈ સોલંકી અને લીલાધર દેવસીભાઈ ટાંક ઉપરાંત અરજણભાઈ વસરાભાઈની વાડીમાંથી પણ ચોરી થયાની ફરીયાદ નોંધાતા વંથલી પીએસઆઈ ચાવડાએ તપાસ હાથ ધરી છે.
પાઈપ વડે હુમલો
વિસાવદરથી 21 કી.મી. દુર વીરપુર (શેખવા) ગામે રહેતા મનસુખભાઈ વાઘાભાઈ મકવાણા (ઉ.30) તે આજ ગામના આરોપીઓ જીવા મંગા ભાષા મંગા ભાષા અને સુરેશ મંગા રે. દલીતવાટી વાળાએ કહેલ કે તુ આસા અવડા કેમ વાલ ખોલે છે તેમ કહી આરોપી જીવા મંગા ભાષાએ દારૂ પીધેલી હાલતમાં લોખંડના પાઈપ વડે માર મારી લોહીલોહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવેલ હતા. બનાવની તપાસ વિસાવદર પોલીસે હાત ધરી છે.
લાકડી વડે હુમલો
માણાવદર નવી મામલતદાર ઓફીસની સામે ઉમા એપાર્ટમેન્ટમાં બ્લોક નં. 302માં રહેતા ફરીયાદી રાકેશભાઈ રતિલાલભાઈ ઓઝા (ઉ.43)ના સાળાના ઘર પાસે છોકરાઓ નાગોલ દહે રમતા હોય આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સોલંકી તથા તેમના બે ભાઈઓ મનોજ રવજી, પ્રવિણ રવજીએ દડો ડેલીમાં મારતા દડાનો અવાજ આવતા તે બાબતે ઠપકો દેવા જતા આ ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે આડેધડ માર માર્યો હતો વચ્ચે પડેલા ફરીયાદી રાકેશભાઈ રતીલાલ ઓઝાને પણ આડેધડ લાકડી વડે ઢોર માર માર્યાની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement