ડો. બાબા સાહેબ અાંબેડકરે બંધારણ ઘડતી વખતે નાના માણસોની વિશેષ ચિંતા કરી છે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ

16 April 2018 03:47 PM
Surendaranagar
  • ડો. બાબા સાહેબ અાંબેડકરે બંધારણ ઘડતી વખતે  નાના માણસોની વિશેષ ચિંતા કરી છે   મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ

સુરેન્દ્રનગર ખાતે ડો. બાબા સાહેબ અાંબેડકરની ૧ર૭ મી જન્મજયંતિ

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૬ સામાજિક ન્યાયના પ્રણેતા અને મહામાનવ ડાર્. બાબા સાહેબ ડો. ભીમરાવ અાંબેડકરની ૧ર૭ મી જન્મ જયંતી અવસરે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે સુરેન્દ્રનગરના અાંબેડકર ચોક ખાતે પૂ. અાંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપીૅ વંદના કયાૅ હતા. અા પ્રસંગે મંત્રીઅે જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ અાંબેડકરે બંધારણ ઘડતી વખતે નાના માણસોની વિશેષ ચિંતા કરી નિયમો અને કાયદાઅો ઘડયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડો. બાબા સાહેબ અાંબેડકરે સવાસો કરોડ દેશવાસીઅો નેતા છે અને તેમણે સમાજને શિક્ષિત બની સંગઠીત બની વિકાસનો જે કોલ અાપ્યો છે. તેને નેક બની અેક બની સૌનો વિકાસ કરીઅે જ બાબા સાહેબને સાચી શ્રઘ્ધાંજલી છે. નાના માણસોને રક્ષણ અને શિક્ષણ અાપવા ઉપરાંત શિષ્યવૃત્તિ અાવાસ, પીવાના પાણી જેવા જનહિતને સ્પશૅતા દરેક મુદાઅોનો બંધારણમાં સમાવેશ કરી સાચી લોકશાહીના દશૅન કરાવ્યા હતા, જેના મીઠા ફળો અાજે અાપણે ચાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ડાર્. બાબા અાંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર અાંબેડકર ચોક ખાતે સામાજિક ન્યાય દિવસની ઉજવણીના કાયૅક્રમનું અાયોજન કરાયું હતું. અા કાયૅક્રમ અવસરે ડાર્. બાબા સાહેબ ભીમરાવ અાંબેડકરની પ્રતિમાને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે ફુલહાર કરી અને અાંબેડકર ચોકથી રંભાબેન ટાઉન હોલ સુધી અા રેલીમાં લોકસભાના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, પૂવૅધારાસભ્ય શ્રીમતી વષાૅબેન દોશી, મનુભાઈ મકવાણા, અગ્રણી દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, અનુરૂઘ્ધસિંહ પઢીયાર, ચંદ્રશેખર દવે, વનરાજભાઈ પરમાર સહીત મોટી સંખ્યામાં નગરજનો જાેડાયા હતા. અા પ્રસંગે લોકસભાના સાંસદ દેવજીભાઈ ફતેપરા, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે ડાર્. બાબા સાહેબ ભીમરાવ અાંબેડકરના જન્મ જયંતિ અવસરે પ્રાસંગિક પ્રવચનો કયાૅ હતા. સ્વાગત પ્રવચન સુરેન્દ્રનગરરુદુધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયાઅે કયુઁ હતું. જયારે અાભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલે કરી હતી. અા અવસરે ઈન્ચાજૅ કલેકટર ચંન્દ્રકાંત પંડયા, સવૅશ્રી પૂવૅ ધારાસભ્ય વષાૅબેન દોશી, મનુભાઈ મકવાણા, પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપુત, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ મકવાણા, અનુરૂઘ્ધસિંહ પઢિયાર, ચંદ્રશેખર દવે, વનરાજભાઈ પરમાર, સુરેન્દ્રનગર દુધેરજ નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિત અધિકારીરુપદાધિકારીઅો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement