માંગરોળમાં લોકોની સતૅકતાને કારણે સરકારી જમીનમાં પેશકદમીનો પ્રયાસ નિષ્ફળ

16 April 2018 03:37 PM
Junagadh
  • માંગરોળમાં લોકોની સતૅકતાને કારણે સરકારી જમીનમાં પેશકદમીનો પ્રયાસ નિષ્ફળ

Advertisement

(વિનુભાઈ મેસવાણીયા) માંગરોળ, તા. ૧૬ માંગરોળમાં અાજે લોકોની સતકૅતાને લીધે રોડ ટચ સરકારી જમીનમાં પેશકદમીનો પ્રયાસ નિષ્ફળ નિવડયો હતો. વહીવટી અને પોલીસ તંત્ર તાબડતોબ ઘટના સ્થળે દોડી અાવી કાયૅવાહી હાથ ધરી કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી. કાયૅવાહીના અભાવે મોકળુ મેદાન ભાળી ગયેલા પેશકદમીકારોઅે શહેરમાં વષોૅથી રેવન્યુ જમીનમાં અનેક જગ્યાઅે મોટા દબાણો ખડકી દીધા છે. દરમ્યાન અાજે કેશોદ રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક તળાવના કાંઠે બે ટ્રક ભરાય તેટલા બેલા ઉતયાૅ હતા. બપોરે અા વાત અમુક લોકોના ઘ્યાને અાવતા સોશ્યલ મીડીયા દ્વારા અન્યોને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે અેકત્ર થઈ લોકોઅે વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરતા મામલતદાર પી.જે.શાહ અને પોલીસ કાફલો દોડી અાવ્યો હતો. ત્યારબાદ સીટી તલાટી નિતેશભાઈ પરમારે રોજકામ કયુૅ હતું. અા દરમ્યાન ચીફ અોફીસર પરબતભાઈ ચાવડાને જાણ કરાતા તેઅોઅે જેસીબી, ટ્રેકટર મોકલી જગ્યા ચોખ્ખી કરવા કાયૅવાહી હાથ ધરી હતી. ત્રણ ટે્રકટર ભરી પથ્થરો દુર કરાયા હતા. અા જગ્યાઅે રાતોરાત દુકાનો ખડકી દેવાની પેરવી થઈ રહી હોવાનું લોકોમાં ચચાૅય રહયું છે. પરંતુ લોકો અને તંત્રના સહિયારા પ્રયાસથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાની મેલી મુરાદ બર અાવી ન હતી.


Advertisement