માળીયાના સાસણ રોડ પર બાઈકને હડફેટે લેતો ડમ્પર ચાલક: વૃધ્ધને ગંભીર ઈજા થતા સારવારમાં

16 April 2018 03:36 PM
Junagadh
Advertisement

જુનાગઢ તા.16
આજે સવારે માળીયાના અમરાપુર ગીર ગામ નજીક ડમ્પલ ચાલકે બાઈક સવારને હડફેટે લઈ લેતા વૃધ્ધને તાત્કાલીક માળીયા દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ અંગેની મળતી વિગત મુજબ આજે સવારે પાણાનવના સુમારે માળીયા-સાસણ રોડ પરના અમરાપુર ગીર ગામ નજીક ડમ્પરે ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ લેતા ચાલક હુશેનભાઈ કાનજીભાઈ સમાણી (ઉ.75)ને ગંભીર ઈજા પહોંચાડતા 108માં માળીયા સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. આ લખાય છે ત્યારે જમાદાર દેવેન્દ્રભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
વિદેશી દારૂ
જુનાગઢ સી ડીવીઝનની હદમાં આવેલ બીલખા રોડ પરના સંજયનગર ખાતે અવાવરૂ પડતર મકાનમાંથી સી ડીવીઝન પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના 12-30 કલાકે 17 બોટલ ઈંગ્લીશ દારૂ કીંમત રૂા.5,700 લેબલ વગરની બોટલ નંગ 31 મળી કુલ રૂા.7,250નો મુદામાલ કબજે કર્યો હતો. અવાવરૂ મકાન કોનું છે તેની તપાસ પોલીસે હાત ધરી છે.
દવાખાના
જુનાગઢ એ ડીવીઝન હદના કડીયાવાડમાં રહેતા વનીતાબેન મુકેશભાઈ વાલજીભાઈ વધેરા (ઉ.38) ગત રાત્રીના 7-30 કલાકે તેમના ઘરે હતા ત્યારે બાજુમાં રહેતો સંજય ઉર્ફ સંજયો વનીતાબેનના ઘરમાં પ્રવેશ કરતા હોય જેની વનીતાબેને ના પાડતા ભુંડી ગાળો આપી છરી કાઢી મારવા જતા હાથના ભાગે છરીના ઘા વાગી જતા લોહીલોહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવેલ છે.


Advertisement