કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું વિદેશમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 26 ગોલ્ડ સાથે ભારતે કુલ 66 મેડલ જીત્યા

16 April 2018 03:33 PM
Sports
  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું વિદેશમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 26 ગોલ્ડ સાથે ભારતે કુલ 66 મેડલ જીત્યા

ભારતે આ સાથે કુલ 500 મેડલ જીતવાની લિસ્ટમાં પાંચમાં નંબરે પહોચ્યું

Advertisement

ગોલ્ડ કોસ્ટ :
ઓસ્ટ્રેલિયામાં પુર્ણ થયેલ 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને ખેલાડીઓ માટે યાદગાર પણ રહેશે. કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. જેમાંથી 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝની સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું છે. જે અત્યાર સુધીનું વિદેશમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગણવામાં આવ્યું છે. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા (80 ગોલ્ડ) અને ઈંગ્લેન્ડ (44 ગોલ્ડ) ક્રમશ: પહેલા અને બીજા નંબરે રહ્યા. ભારતનું કોમનવેલ્થ ગેમ્સમાં આ ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આ પહેલા 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સર્વાધિક 38 ગોલ્ડ જીત્યા હતા. તે સિવાય 2002માં માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ભાગમાં 30 ગોલ્ડ મેડલ આવ્યા હતા.
ગોલ્ડ કોસ્ટમાં ભારતનું પ્રદર્શન
ભારતીય એથલીટોએ 9 ગેમ્સમાં મેડલ જીત્યા, સૌથી વધુ 7 ગોલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યા. ત્યારબાદ વેઇટ લિફ્ટિંગમાં પ્રથમ વખત પાંચ ગોલ્ડ જીતીને ભારતે ઈતિહાસ રચી દીધો.
ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતને ત્રણ મેડલ મળ્યા. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. યુવા ખેલાડી નીરજ ચોપડા, સીમા પૂનિયા અને નવજીત ઢિલ્લનમાં મેડલ જીત્યા હતા. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની તરફથી 218 એથલીટોએ ભાગ લીધો હતો. જેમાં 115 પુરૂષ ખેલાડી અને 103 મહિલા ખેલાડી સામેલ હતી. 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણા બનાવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત કુલ 500 મેડલ જીત્યા
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીતીને નવી ઉપલબ્ધિ હાસિલ કરી છે. ગોલ્ડ કોસ્ટમાં પોતાના અભિયાનની સમાપ્તિની સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ મેડલોની સંખ્યા 504 થઈ ગઈ છે. ભારત પહેલા માત્ર ચાર દેસોએ 500 મેડલની સંખ્યા પાર કરી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા 932 ગોલ્ડ સહિત 2461 મેડલ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડના ખાતામાં 714 ગોલ્ડ સહિત કુલ 2144 મેડલ છે, જ્યારે કેનેડાએ અત્યાર સુધી 484 ગોલ્ડ સહિત 1555 મેડલ જીત્યા છે. ભારત 181 ગોલ્ડ સહિત 504 મેડલ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ 159 ગોલ્ડ સહિત 655 મેડલ જીત્યા છે.
ભારતની કુલનામાં ઓછા ગોલ્ડ મેડલ જીતવાને કારણે ઓવરઓલ મેડલ ટેલીમાં ન્યૂઝીલેન્ડ પાંચમાં સ્થાને છે, જ્યારે ભારત ચોથા સ્થાન પર છે.

કઈ ગેમ્સમાં મળ્યા કેટલા મેડલ
1. નિશાનબાજીઃ 7 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રોન્ઝ, કુલ 16
2. કુશ્તીઃ 5 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, કુલ 12
3. વેઇટ લિફ્ટિંગઃ 5 ગોલ્ડ, 3 સિલ્વર, 3  બ્રોન્ઝ, કુલ 9
4. બોક્સિંગઃ 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ, કુલ 9
5. ટેબલ ટેનિસઃ 3 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રોન્ઝ, કુલ 8
6. બેન્ડમિન્ટનઃ 2 ગોલ્ડ, 3 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 6
7. એથલેટિક્સઃ 1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 3
8. સ્ક્વૈશઃ 0 ગોલ્ડ, 2 સિલ્વર, 0 બ્રોન્ઝ, કુલ 2
9. પૈરા પાવરલિફ્ટિંગઃ 0 ગોલ્ડ, 0 સિલ્વર, 1 બ્રોન્ઝ, કુલ 1

 

ક્રમ દેશ=ગોલ્ડ મેડલ,કુલ મેડલ
1. ઓસ્ટ્રેલિયા: 932 ગોલ્ડ,2416
2. ઈંગ્લેન્ડ: 714 ગોલ્ડ, 2144
3. કેનેડા: 484 ગોલ્ડ, 1555
4. ભારત: 181 ગોલ્ડ, 504
5. ન્યૂઝીલેન્ડ: 159 ગોલ્ડ, 655


Advertisement