જાફરાબાદના ભાડા ગામે રૂા.1.73 લાખની ઘરફોડ ચોરી

16 April 2018 03:21 PM
Amreli

સાવરકુંડલામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.16
જાફરાબાદ તાલુકાનાં ભાડા ગામનાં વતની અને હાલ ટીંબી ગામે રહેતાં કાળુભાઈ દેવાયતભાઈ વાઘેલાએ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, ભાડાગામનાં સામંતભાઈ બચુભાઈ સાંખટની દિકરી ગીતાને ભગાડી જવાનાં બનાવમાં તેમનાં દિકરાનું તથા તેમના કુટુંબીઓના નામ આરોપી તરીકે આવેલ જેથી ભાડા ગામમાં રોષ ફેલાતા આખા ગામે ભેગા થઈ તેમના વાસમાં જઈ તેમના તથા તેમના પરિવારને ઢીકાપાટુનો માર મારતાં ડરના કારણે તે તથા તેમના સમાજનાં લોકો ભાડા ગામે ઘરવખરી તથા મકાન ખુલ્લા મુકી ભાડા ગામ છોડીને જતાં રહેલ. જેના અવાવરૂ મકાનમાંથી સોનાનો સેટ આશરે 4 તોલા કિંમત રૂા. 30 હજાર, કાનની કડી 3 તોલા કિંમત રૂા. 60 હજાર, ચેઈન ર તોલા કિંમત રૂપિયા ર0 હજાર, સોનાની નથ 1 તોલાની, ચાંદીનાં કડલા આશરે 1 કિલો ગ્રામ, ચાંદીનાં સરલીયા પ00 ગ્રામ તથા તાંબાના તથા પિતળનાં વાસણો મળી કુલ રૂા. 1.73 લાખનાં મુદામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પીએસઆઈ એ.વી. પટેલે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા
આ દરમ્યાનમાં સાવરકુંડલા મહુવા રોડ ઉપર મેહુલભાઈ પ્રવિણભાઈ નગદીયાના ડેલામાં આઈ.પી.એલ. ક્રિકેટ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડી હારજીતનો જુગા ચાલે છે. તેવી બાતમીરાહે હકિકત મળતાં અને સાવરકુંડલા ટાઉન પોલીસ પણ ટાઉનમાં પેટ્રોલિંગ કરતા હોય, ટેલીફોનીક સંપર્ક સાંધી તેમનેબોલાવી લઈ વોરંટ મેળવી પંચો સાથે બાતમીવાળા જગ્યાએ દરોડો કરતા એક મોટા ડેલામાં એક કાચના દરવાજા વાળી ઓફિસમાં ઈમરાન ઉર્ફે સેંન્ડો, રજાકભાઈ હમદાણી સહિતા 3 ઈસમોને ટી.વી.કિંમત રૂા.રપ00 તથા વિડીયોકોન કંપનીની ડીસ સાથે કિ. ર,000 બે મોટર સાયકલો મળી કુલ રૂા.1,30,7પપ ના મુદામાલ સાથે ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર પોતાના આર્થીક ફાયદા સારૂ જુગાર-રમી રમાડી રેઈડ દરમ્યાન 3 ઈસમોને ઝડપી લઈ તેમજ અન્ય-ર હાજર નહીં મળેલ ઈસમો ભાગીદાર હોવાનું જણાયેલ હોય, તેમની શોધખોળ પોલીસે આદરી છે.
છરી વડે હુમલો
જાફરાબાદ તાલુકાના વડલી ગામે રહેતા વિનોદભાઈ માલાભાઈ સરવૈયા ગત તા.1રના સાંજના સમયે વડલી ગામે ચોરા પાસે આવેલ વિજુભાઈની દુકાને બેઠા હતા ત્યારે તે જ ગામે રહેતા દુદાભાઈ રાજાભાઈ ગોહિલે ત્યાં આવી આ યુવકને ગાળો આપી તું મૂંછો કેમ મરડે છે તેમ કહી કડમાંથી છરી કાઢી એક ઘા આ યુવકના પગમાં મારી દઈ ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ સાથે ઝડપાયા
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા ગભરૂભાઈ દડુભાઈ વરૂ નામના ર4 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે ભાડા ગામે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ-ર સાથે નીકળતા આર.આર. સેલના જમાદાર વી.ડી. ગોહિલે તેમને ઝડપી લઈ રૂા. 30,800નો મુદામાલ કબ્જે લઈ નાગેશ્રી પોલીસને હવાલે કરેલ હતા.
વડીયા તાલુકાના બરવાળા (બાવળ) ગામેરહેતા અજય ઉર્ફે વનરાજ દાદભાઈ વાળા તથા કિશન કેશવભાઈ દોંગા નામના બે ઈસમો સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા. 1ર00ની લઈ નીકળતા વડીયા પોલીસે બન્ને ઈસમોને મોટર સાયકલ સહિત રૂા. ર1,ર00ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીમાં તસ્કર રાજ
તાજેતરમાં જેશીંગપરાનાં રહેવાસીઓએ અધિકારી સમક્ષ તસ્કરરાજ સામે ઉગ્ર રજુઆત કરી હતી. તો કોંગી નગરસેવિકાએ પણ રાત્રી પેટ્રોલીંગ મજબુત કરવા માંગ કરી હતી. તો જિલ્લાનાં ચાર ધારાસભ્યોએ કાયદો-વ્યવસ્થા પ્રશ્ને પ્રતિક ઉપવાસ કર્યા છતાં પણ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ મજબુત બનતી નથી.
બીજી તરફ અમરેલીનાં ધારાસભ્ય પર સમગ્ર રાજયની જવાબદારી હોવાથી તેઓનો શહેરીજનો સાથેનો સંપર્ક સતત તુટી રહૃાો છે અને સત્તાધારીપક્ષનાં સાંસદ પણ શહેરીજનોની ખુલ્લી મદદ કરતાં નથી. શહેરનાં નિવેદનીયા નેતાઓનાં મોંમાં પણ મગ ભરાયા હોય શહેરીજનોની સમસ્યા અંગે હવે રાજયનાં મુખ્યમંત્રી કોઈ વ્યવસ્થા કરે તેવી માંગ ઉભી થઈ રહી છે.
આગ લાગતા નુકશાન
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા હીરાબેન દેવેન્દ્રભાઈ જોષી નામના ર9 વર્ષીય પરિણીતાના પતિ દેવેન્દ્રભાઈ ક્રાંકચ ગામે છેલ્લા 7 વર્ષથી ફોટોગ્રાફીનો સ્ટુડીયોચલાવે છે અને આ સ્ટુડીઓમાં અકસ્માતે બપોરે શોક સરકીટના કારણે આગ લાગતા રૂા. ર,48,પ00ની ચીજ વસ્તુઓ સળગી જઈ નુકશાન થયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
પાઇપ, છરી વડે હુમલો
ધારી નજીક આવેલ લાઈનપરાનાં વતની અને હાલ રાજુલાનાં ધુડીયા આગરીયા ગામે રહેતા સુરેશભાઈ કદાભાઈ વાડદોરીયા નામનાં રપ વર્ષીય યુવકે ધારી ગામે રહેતા માવજી પુનાભાઈ, બુગા પુનાભાઈ, રવજી પુનાભાઈ તથા દિનેશ વાલજીભાઈ સામે મારામારી તથા પોતાની ભત્રીજીને ભગાડી જવા બાબતે ફરિયાદ કરેલ હોય. જે બાબતે સામાવાળા 4 ઈસમોએ સમાધાન કરવાનું કહેતાં આ યુવકે ના પાડતાં ઉશ્કેરાયેલા ઈસમોએ લોખંડની પાઈપ તથા છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.
વાહનો ડીટેઇન
સાવરકુંડલા સીટી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિં આદરીને જ્ઞ ટુ-વ્હીલ, 1-ટ્રેકટર, 1-ડમ્પર સહિત કુલ 8 વાહનોને ડિટેઈન કરી દીધા હતા. જયારે નંબર પ્લેટ વિનાના વાહનો, આર.ટી.ઓ. લગત કાગળો વિના ચલાવતા વાહનો સાથે ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વાહનો સામે અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.વી.પંડયા, એ.એસ.આઈ. જાનીદાદા, એ.એસ.આઈ. ખીમજીભાઈ, શૈલેષ અમરેલીયા, અને અજય યાદવે સપાટો બોલાવીને 16800નો રોકડ દંડ વસુલાત વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


Advertisement