લાઠીનાં હિરાણા ગામે ૧૦૩ વષૅના વિરાણી પરિવારના વડીલે જીવતુ જગત્યુ ઉજવ્યું

16 April 2018 03:19 PM
Amreli
  • લાઠીનાં હિરાણા ગામે ૧૦૩ વષૅના વિરાણી પરિવારના વડીલે જીવતુ જગત્યુ ઉજવ્યું

સમાજને પ્રેરણા : મૃત્યુ પહેલા જ તમામ વિધિ નિહાળી : ગામમાં ઉત્સવ

Advertisement

(કલ્પેશ ખેર) લાઠી, તા. ૧૬ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા અેવા ગામ હિરાણાના વતની વિરાણી પરિવારે પોતાના માતૃશ્રી રખમાઈબાના ૧૦૩ વષૅ પૂણૅ થતા જીવન પવૅ સમારોહની ઉજવણી કરવામાં અાવી હિન્દુ ધમૅ પ્રમાણે માણસના મૃત્યુ પછી પોતાના સ્વજનો માટે અનેક વિધિઅો કરવામાં અાવતી હોય છે પરંતુ અા વિરાણી પરિવારે માતુશ્રીની હાજરીમાં જ અા વિધિઅો કરી હતી અને પોતાના માતુશ્રી રખમાઈબાના ૧૦૩ વષૅ પૂણૅ થતા 'જીવતુ જગતયું' રાખવામાં અાવ્યું હતું. અા પ્રસંગમાં પોતાના સ્વજનો, સગારુસંબંધીઅોને માતુશ્રી મળી શકે અને બહેનો દિકરીઅોને પોતાના હસ્તે દાન પુણ્ય કરી શકે અને પોતાની નજરે બધી વિધિઅો જોઈ શકે તે માટે વિરાણી પરિવારે અા સમગ્ર કાયૅક્રમનું અાયોજન કરવામાં અાવ્યું હતું. રખમાઈબાની ઉંમર ૧૦૩ વષૅ છે અેટલી બધી ઉંમર હોવા છતાં પણ અા માજી ચાલી શકે, બોલી શકે છે અને પોતાની ચોથી પેઢી સહિતના લોકોને અોળખી પણ શકે છે અને ખુબ જ તંદુરસ્તી ધરાવે છે... અા તંદુરસ્તીના કારણે તે પોતાની ચોથી પેઢી હોવા છતાં પણ ઘરનું સમગ્ર સંચાલન અા માજી કરે છે... અમરેલીના અા માજી ૧૦૩ વષેૅના માજી અાજના યુગના અા યુવાનો માટે અેક પ્રેરણાનો સ્તોત્ર છે.. સમગ્ર કાયૅક્રમમાં સુરત, મુંબઈ અને અાજુબાજુના ગામોના લોકો અને સગા સંબંધીઅો અા અનોખા પ્રસંગમાં અાવ્યા સાથે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો.


Advertisement