સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની મૂલાકાત લેતા રાજયના મુખ્યમંત્રી

16 April 2018 03:15 PM
Ahmedabad
  • સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના
સાહેબ (ત.ઉ.શ.)ની મૂલાકાત લેતા રાજયના મુખ્યમંત્રી

Advertisement

રાજકોટ તા.16
વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેસ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ની સુરત ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે દાઉદી વ્હોરા કોમ આપની પ્રેરણા અને માર્ગદર્શનથી શાંત વેપારી કોમ તરીકે જાણીતી છે. ભાઈચારો, વતન પ્રત્યે વફાદારી દૂધમાં સાકર ભળી જાય તે રીતે ભળી જાય છે. વ્યાપાર ઉપયોગ અને સામાજીક કોમે યોગદાન આપે છે તે બદલ ખુશી વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજયના અલગ અલગ શહેરમાં પધરામણી કરવા અને આપના કીંમતી માર્ગદર્શન તથા પ્રેરણા મળતી રહે તે માટે આમંત્રણ પાઠવેલ હતું. દરેક ગામની જમાઅત વતી પણ આમંત્રણ પાઠવેલ હતું.
મુખ્યમંત્રીએ અલ જામેઆ તુસ સૈફીયા યુનિવર્સિટીમાં ચાલતી ઈમ્તીહાનની મુલાકાત લઈ એજયુકેશન વિશેની માહિતી લઈ ખુશી વ્યકત કરેલ હતી.
મુખ્યમંત્રીએ રાજયના વિકાસના કામોની માહિતી આપી હતી. અને મે માસમાં જળ સંગ્રહ માટે ગુજરાત રાજયના તમામ સમાજ, એન.જી.ઓ. જનતાના સાથથી નદી શુધ્ધિકરણ, પર્યાવરણ વી. માટે રાજય સરકાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં સહકાર માટે અપીલ કરેલ હતી. મુખ્યમંત્રીનું સ્કાઉટ બેન્ડ વગાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યુ હતું.


Advertisement