હોલીવુડના ટોચના કેટલાક એકટર કરતાંય વધુ કમાણી કરે છે શાહરૂખ

16 April 2018 02:49 PM
Entertainment
  • હોલીવુડના ટોચના કેટલાક એકટર કરતાંય વધુ કમાણી કરે છે શાહરૂખ

1998માં આવેલી દિલ સે ના ગીત જિયા જલે જાન જલે..... માં શાહરૂખ ખાન સેફેદ ધોતી પહેરીને પાણીમાંથી બહાર આવવાનું ફરાહ ખાન દ્વારા કહેવામાં આવતાં તે બીજા દિવસે શૂટિંગ પર જ નહોતો આવ્યો અને કેરળના જંગલમાં ખોવાઈ ગયો હોવાનું બહાનું કાઢેલું

Advertisement

મુંબઈ : શાહરૂખ ખાન હોલીવુડના ટોચના કેટલાક એકટરો કરતા પણ વધુ કમાણી કરે છે એવુું લંડનના અખબાર ધ સનનું કહેવું છે. ગયા વર્ષે શાહરૂખ ખાન દુનિયાના સોૈથી વધુ કમાણી કરતા એકટર્સના લિસ્ટમાં આઠમા ક્રમે હતો. તેની હાલ મિલ્ક્ત અંદાજે 39.12 અબજ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધ સન ના કહ્યા મુજબ શાહરૂખ 2008 થી જુહી ચાવલા અને જય મહેતા સાથે મળીને ઈન્ડિયન પ્રીમીયર લીગની ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સની માલિકી ધરાવે છે જેની કિંમત આજે 4.89 અબજની આસપાસની છે. શાહરૂખને તેની ફિલ્મ પાછળ કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. તેનું બેન્ડ-સ્ટેન્ડ પર ઘર મન્ન્ત, દુબઈના પામ જુમેરાહમાં એક વિલા અને દુનિયાના અન્ય દેશોની તમામ પ્રોપર્ટી સાથે તેની મિલ્ક્ત 39.12 અબજ રૂપિયાની આસપાસ ગણવામાં આવી છે. શાહરૂખે મન્નતને 199પમાં 15 કરોડમાં ખરોદ્યો હોવાની ચર્ચા છે જેની કિંમત આજે 200 કરોડ રૂપિયા આંક્વામાં આવી છે. આ તમામ મિલ્ક્ત અને તેની ફિલ્મની ફીની રકમ સાથે તે હોલીવૂડના કેટલાક ટોચના એકટર કરતા પણ વધુ કમાણી કરે છે.


Advertisement