3 કરોડથી અધિકના કૌભાંડોની માહિતી આપવા બેંકોને આદેશ

16 April 2018 01:11 PM
India
  • 3 કરોડથી અધિકના કૌભાંડોની માહિતી આપવા બેંકોને આદેશ

Advertisement

નવી દિલ્હી તા.16
બેંકોમાં નીતનવા કૌભાંડો વચ્ચે સેન્ટ્રલ વિજીલન્સ કમીશ્નર દ્વારા ત્રણ કરોડથી અધિકની રકમને સંડોવતા તમામ કૌભાંડોની માહિતી આપવા બેંકોને આદેશ કરવામાં આવ્યો છે.સેન્ટ્રલ વિજીલન્સ કમીશ્નર કે.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે કૌભાંડોની માહિતી બેંકો તથા રીઝર્વ બેંક પાસે હોય છે. વિજીલન્સ કમીશ્નર પાસે માહિતી હોય તો પૃથ્થકરણ કરીને ભવિષ્યમાં તે રોકવા માટેના પ્રયત્નો થઈ શકે. ભારતીય બેંકોમાં કેવા પ્રકારના કૌભાંડો થાય છે તેનું વિશ્ર્લેષણ કરવામાં આવશે. આંકડા મેળવવાનું શરૂ કરી દેવાયું છે. થોડાઘણા આંકડા મળ્યાછે. હજુ આવી રહ્યા છે. કોઈ ચોકકસ પેટર્નથી જ કૌભાંડ થાય ચે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
પંજાબ નેશનલ બેંક સહિતની કેટલીક બેંકોમાં મોટા કૌભાંડો બહાર આવ્યા છે. તેવા સમયે ચીફ વીજીલન્સ કમીશ્નરે તપાસમાં ઝંપલાવ્યાની બાબત મહત્વપૂર્ણ બની જાય છે. સંવેદનશીલ પદ પર કાર્યરત બેંક અધિકારીઓ-કર્મચારીઓ માટે ચોકકસ ટ્રાન્સફર નીતિ ઘડવા વિજીલન્સ વિભાગ દબાણ કરી જ રહ્યા છે.શ્રી ચૌધરીએ કહ્યું કે અધિકારી કે કર્મચારીની બદલી શહેર બહાર ન થાય તો પણ બીજી બ્રાંચમાં અથવા બીજી જગ્યા પર કરવાનું તો જરૂરી જ છે. ગોટાળા અને કૌભાંડો અટકાવવા માટે ચોકકસ સમયમર્યાદા નકકી થવી જોઈએ. બેંકોમાં કૌભાંડો રોકવા માટે સીસ્ટમ વધુ મજબૂત બનાવવી પડે તેમ છે. ઓડીટ મીકેનીઝમ પણ વધુ અસરકારક બનાવવું પડે તેમ છે.


Advertisement