રશિયાએ તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી

16 April 2018 01:10 PM
India
  • રશિયાએ તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી
  • રશિયાએ તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી
  • રશિયાએ તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી
  • રશિયાએ તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી

સિરિયા પર અમેરિકા સહિતના દેશોના હુમલાથી વિશ્ર્વયુદ્ધ પણ ફાટી શકે છે

Advertisement

સિરિયાએ પોતાના જ નાગરિકો પર કરેલા રાસાયણીક હુમલાઓના જવાબમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને ગઈકાલે પરોઢીયે સીરીયા પર 100 મિસાઈલથી અટેક કર્યો હતો. આ હુમલા બાદ સિરિયા પરનું સંકટ વધ્યું છે. સિરિયામાં કુલ ત્રણ ઠેકાણે મિસાઈલ-અટેક કરવામાં આવ્યો હતો. આ ત્રણે ઠેકાણે રાસાયણીક શસ્ત્રો બનાવવાની સગવડો હોવાનું કહેવાય છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે મિશન પુરું થઈ ગયું છે. ફ્રાન્સે દાવો કર્યો છે કે સિરિયાનાં રાસાયણીક હથિયારોના જથ્થાનો મોટાભાગનો હિસ્સો નષ્ટ કરવામાં આવ્યો છે અને સિરિયાને પાઠ પણ ભણાવાઈ ગયો છે. બીજી તરફ આ કાર્યવાહીથી રશિયા અને ઈરાન રોષે ભરાયાં છે. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને આ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. પુતિને એને આક્રમક કાર્યવાહી ગણાવતાં ચેતવણી આપી છે કે આને લીધે સિરિયામાં માનવીય દસંકટ વધશે. અમેરિકામાં રશિયાના રાજદૂતે કહ્યું હતું કે આ અટેકનાં પરિણામ તો ભોગવવાં જ પડશે. મોસ્કોમાં ક્રેમલિનની માલિકીના ટેલીવીઝને લોકોને ત્રીજા વિશ્ર્વયુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે રેડીયેશનથી બચવા લોકોએ શરીર પર આયોડીન ચોપડવું જોઈએ અને બોમ્બ-શેલ્ટરમાં આશ્રય લેવો જોઈએ. ટેલીવીઝને સંકટમાં જરૂરી સામગ્રીની યાદી પણ આપી હતી.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીએ કહ્યું હતું કે ‘સિરિયા પર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન દ્વારા કરવામાં આવેલો હુમલો એક અપરાધ છે જેનાથી કોઈને પણ લાભ નહીં થાય. જેમ પાછલાં કેટલાંક વર્ષોમાં ઈરાક, સીરીયા અને અફઘાનિસ્તાનમાં નહોતો થયો એમ જ આ હુમલાથી તેમને કોઈ લાભ નહીં થાય.’ખોમેનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડા પ્રધાનને અપરાધી ગણાવ્યા હતા.
ફ્રાન્સના વિદેશપ્રધાને એવે દાવો કર્યો હતો કે પેરિસ, બ્રિટન અને અમેરિકા દ્વારા સિરિયા પર કરવામાં આવેલા હુમલામાં ઘણી મોટી માત્રામાં દમાસ્કસનાં પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવામાં આવ્યો છે. ત્રણે દેશોએ બી1 બોમ્બર્સ, ટોર્નેડો જેટસ અને યુદ્ધજહાજ સહિત અનેક અત્યાધુનિક હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો.
ફ્રાન્સના વિદેશપ્રધાને કહ્યું હતું કે ‘હુમલામાં મોટી સંખ્યામાં હથિયાર નષ્ટ થયાં છે. ફાન્સને ગુપ્ત માહિતી મળી છે કે ગત સપ્તાહમાં થયેલા રાસાયણીક હુમલામાં સિરિયાના પ્રમુખ બશર અલઅસદનો હાથ છે. આ હુમલામાં 40 લોકોનાં મોત થયાં હતાં. જયાં સુધી રાસાયણીક હથિયારોનો પ્રશ્ર્ન છે એક લક્ષ્મણરેખા છે, જેને કયારેય ઓળંગવી ન જોઈએ નહી તો વધુ એક વખત હુમલો થશે, પરંતુ મને લાગે છે કે પાઠ ભણાવાઈ ગયો છે.’


Advertisement