સુરતમાં બાળકી પર જાતિય અત્યાચાર-હત્યામાં પોલીસ તપાસ ઠેરની ઠેર

16 April 2018 01:05 PM
Ahmedabad Crime Gujarat
  • સુરતમાં બાળકી પર જાતિય અત્યાચાર-હત્યામાં પોલીસ તપાસ ઠેરની ઠેર

મુંબઈ સ્થિત સુરતના બિલ્ડર્સ રૂા.5 લાખના ઈનામની જાહેરાત કરી ; હજું માસુમની ઓળખ મળી નથી: ઘરે ઘરે તપાસ: ફોરેન્સીક મદદ મંગાઈ: ડાયમન્ડ સીટીમાં ભારે આક્રોશ રેલી

Advertisement

સુરત: દેશમાં કઠુવા તથા ઉનાવો સહિતના સગીર પરના બળાત્કાર-હત્યા સહિતની ઘટનાઓનો જબરો આક્રોશ છે અને ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યો છે એ વચ્ચે સુરતમાં એક 11 વર્ષીય બાળકીના મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોલીસ તપાસમાં હજું કોઈ કડી નહી મળતા લોકોનો આક્રોશ વધી રહ્યા છે. સુરતમાં પોલીસે બાળાના પોષ્ટમોર્ટમ રીપોર્ટ જાહેર કર્યા છે તેમાં તેને શરીર પર 76 ઘા મળી આવ્યા હતા તથા તેની સાથે જાતીય અત્યાચાર થયા છે. સુરતના એક ખાનગી બિલ્ડર્સ તુષાર ઘેલાણીએ બાળાની ઓળખ- હત્યારાની માહિતી આપનારને રૂા.5 લાખનું ઈનામ આપવા જાહેરાત કરી છે તથા પોલીસ ટીમને પણ ઈનામોથી નવાજયા છે. સુરત પોલીસે ત્રણ ટીમ બનાવી સુરત તથા આસપાસના ઔદ્યોગીક ક્ષેત્રોમાં તપાસ શરૂ કરી છે. પુરા સુરતમાં પોષ્ટર્સ લગાવાયા છે અને પોલીસે જે ક્ષેત્રમાંથી મૃતદેહ મળી આવ્યા છે તેના ચાર કીમીના આસપાસના 4 કીમીના ક્ષેત્રમાં ઘરેઘરે તપાસ શરૂ કરી બાળાની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કરવા ગુજરાત પોલીસે આ ઘટનામાં ફોરેન્સીક મદદ પણ માંગી છે. સુરતનાં મુંબઈ સ્થિત બિલ્ડર્સ તુષાર એલાનીએ રૂા.5 લાખ ઈનામની જાહેરાત કરી છે.


Advertisement