યુપીમાં યુવતીને લીફટ આપી ગેંગરેપ કરાયો

16 April 2018 01:00 PM
Crime India

દેશમાં મહિલા સામેના અપરાધો રોકાવાનું નામ લેતા નથી ; યમુના એકસપ્રેસની ઘટના: બે જાણીતા યુવકોનું જ કૃત્ય

Advertisement

નવી દિલ્હી: દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ થંભવાનું નામ જ લેતી નથી. ઉતરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સૌથી મોટા પડકારમાં ઉનાવો ઘટનામાં હજુ તપાસ શરૂ થઈ છે. ત્યાંજ અહીના યમુના એકસપ્રેસ હાઈવે પર હોન્ડા સીટી કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. ગ્રેટર નોઈડામાં એક યુવતીને લીફટ મળીને બે મથકોએ બળાત્કાર કર્યો હતો. શનિવારની રાતના કૃષ્ણનગરમાં રહેતી આ યુવતી નોકરીમાં મોડુ થતા તેણે મિત્રોની કારમાં લીફટ લીધી હતી. અગાઉ પણ આ બન્ને યુવકો તેને લીફટ આવી ગયા હતા અને શનિવારે રાત્રીના પણ તેણે લીફટ લીધા બાદ ચાલતી કારમાંજ બન્નેએ વારાફરતી બળાત્કાર કર્યો હતો અને યુવતીને પછી તેના કૃષ્ણનગર નિવાસ પાસે ઉતારી નાસી છુટયા હતા. યુવતીએ તે બાદ 100 નંબર પર ફોન કરી મદદ માંગી હતી તથા કારનંબર આપતા હાઈવે પેટ્રોલીંગે આ યુવકોને માર્ગમાંથી જ ઝડપી લીધા છે તથા પીડીતાનું મેડીકલ ચેકઅપ કરાવીને ગુન્હો દાખલ કર્યો હતો.


Advertisement