રેલમંત્રીના બોગસ લેટર પેડથી ટીકીટ બુકીગનું કૌભાંડ પકડાયુ

16 April 2018 01:00 PM
Ahmedabad Crime
  • રેલમંત્રીના બોગસ લેટર પેડથી ટીકીટ બુકીગનું કૌભાંડ પકડાયુ

સુરતથી અેજન્ટ પકડાયો: થાકેલુ રેલમંત્રાલય : રેલમંત્રીના નામે ટીકીટ બુક કરાવતા અેજન્ટની સુરતથી ઘરપકડ : બીઅેસઅેનઅેલના લેન્ડલાઈન કનેકશનને ટે્રસ કયાૅ બાદ ‘રશ્મિકાન્ત પટેલ’ ઝબ્બે

Advertisement

સુરત તા. ૧૬ રેલવે મંત્રી પિયુષ ગોયલના નામે બનાવટી લેટરહેડ સાથે ટીકીટ કનફોમૅ કરાવતા અેક ટીકીટ અેજન્ટની રેલવે પ્રોટેકશન ફોસૅ દ્રારા સુરતથી ઘરપકડ કરવામાં અાવી હતી. સ્લીપર કલાસ માટે કોટારુપટના અેકસપે્રસમાં કોટાથી ફૈઝાબાદની મુસાફરી માટે રેલવેના ડીવિઝનલ મેનેજરને ફેકસ અને વોટસઅેપ દ્રારા ટીકીટ ફાળવી અાપવા માટેની વિનંતી શનિવારે મળી હતી. અા અરજી શંકાસ્પદ જણાતા ડીવિઝનલ મેનેજરે રેલમંત્રી પિયુષ ગોયલની અોફીસમાં તપાસ કયાૅ બાદ અા પત્ર બનાવટી હોવાનું જણાવ્યંુ હતું. સીનિયર રેલવે પ્રોટેકશન અોફિસરે જણાવ્યા પ્રમાણે મંત્રીની અોફીસ દ્રારા અાવી કોઈ અરજી મોકલવામાં અાવી ન હોવાનો જવાબ મળ્યા બાદ તુરંત જ તેના માટે તપાસ હાથ ધરવામાં અાવી હતી. અારપીઅેફની સ્પેશિલ ટીમે તપાસ અાવ્યા બાદ અરજી મોકલનારના કોમ્પ્યુટરના અાઈપી અેડે્રસ ટે્રસ કરવામાં અાવ્યુ હતુ. જેના પરથી ટીકીટ બુક કરવામાં અાવી હતી જેમાં ટીકીટનુ બુકીગ કરવા માટેની અરજી સુરતથી કરવામાં અાવી હતી. ત્યારબાદ સુરતમાં ઉધના વિસ્તારના ચાજૅ પર રહેલા ઈન્સપેકટરે નોંઘ્યુ હતું કે તેના માટે બીઅેસઅેનલ કનેકશનથી ફેકસ કરવામાં અાવ્યો હતો. અા ફેકસ કરનારની અોળખ રશ્મિકાન્ત પ્રહલાદ પટેલ તરીકે કરવામાં અાવી હતી. તપાસ દરમ્યાન પટેલે જણાવ્યુ હતુ કે પિયુષ ગોયલના લેટરહેડની ઈમેજ તેણે ઈન્ટરનેટથી મેળવી અને ડાઉનલોડ કરી તેમની ટીકીટ અંગેની માહિતી પ્રિન્ટ કરી હતી. મુસાફર પાસેથી તેને તે બદલ ટીકીટ દીઠ ર,પ૦૦ રૂપિયા વસુલીને તે ટીકીટ અપાવવાની ખાતરી અાપી હતી. રેલવે પ્રોટેકશન અોફિસરના ચીફ કમિશ્ર્નર અેકે સિંધે જણાવ્યું હતું કે અા માહિતી મળ્યા બાદ ૧૦ કલાકમાં તેણે બીઅેસઅેનઅેલ લેન્ડલાઈન કનેકશનનો ઉપયોગ કરનાર અેજન્ટની ઘરપકડ કરી હતી. અા માટે વધુ તપાસ હાથ ધરવામાં અાવી રહી છે.


Advertisement