વાંકાનેરમાં પાર્થઘ્વજ હનુમાન મંદિરે આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની આજે પૂર્ણાહુતિ

16 April 2018 12:51 PM
Junagadh
  • વાંકાનેરમાં પાર્થઘ્વજ હનુમાન મંદિરે આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની આજે પૂર્ણાહુતિ
  • વાંકાનેરમાં પાર્થઘ્વજ હનુમાન મંદિરે આયોજીત શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની આજે પૂર્ણાહુતિ

આવતીકાલે 11નો સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવ અને મહારકતદાન કેમ્પ યોજાશે

Advertisement

(નિલેશ ચંદારાણા) વાંકાનેર તા.16
વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર આવેલ પાર્થઘ્વજ હનુમાનજીના સાનિઘ્યમાં તા.8/4 થી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. જે આજે સાંજે સોમવારના સાંજે પૂર્ણાહુતિ થશે. વ્યાસપીઠ પર બીરાજમાન મોરબીવાળા શ્રી રામેશ્ર્વરી બહેનના મધુરકંઠે અને શ્રી શિવમહાપુરાણમાં આવતા એક-એક પ્રસંગને દ્રષ્ટાંત સાથે સંગીતમય શૈલીમાં રજૂ કરી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શિવ મહાપુરાણમાં શિવજીનો મહિમા, શિવ વિવાહ, ગણેશજીનું પ્રાગ્ટય સહિતના પાવન પ્રસંગોને ધર્મભકિત અને પાત્ર અનુરૂપ ઉજવાયા હતા. જેમાં સૌભાવિકોએ ઉમંગભેર જોડાયા આજે સાંજે કથાની પૂર્ણાહુતિ સાથે વાંકાનેરની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા વ્યાસપીઠનું સન્માન કરવામાં આવશે.
આવતીકાલે અગ્યિારમો સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવ યોજાશે. જેમાં આઠ વર-વધુઓ લગ્નગ્રંથીથી જોડાશે. શ્રી ગાયત્રી પરિવાર દ્વારા સમુહ લગ્નવિધિ સંપન્ન કરાવશે. સવારે 7:00 વાગ્યાથી જાન આગમન બાદ લગ્નવિધિ સાથે યજ્ઞોપવિત તેમજ લગ્ન સ્થળ પર મહારકતદાનકેમ્પ પણ યોજાશે. સમુહલગ્નોત્સવના કાર્યક્રમમાં સંતો-મહંતો તથા યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા સહિતના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ભૂમી ગ્રુપ-ગોંડલના અને વાંકાનેરના આંગણે યોજાશે.


Advertisement