લાઠી-ભુરખીયા માગૅ બિસ્માર બન્યો: અકસ્માતનો ભય

16 April 2018 12:50 PM
Amreli
  • લાઠી-ભુરખીયા માગૅ બિસ્માર બન્યો: અકસ્માતનો ભય

અવાર નવાર વાહનો ફંગોળાઈ જવાના બનાવોમાં વધારો

Advertisement

(કલ્પેશ ખેર) લાઠી તા. ૧૬ અમરેલી જિલ્લાના લાઠીથી દામનગર જવાના માગૅ પર સુપ્રસિદ્વ ભુરખિયા હનુમાનજીનું મંદિર અાવેલંુ છે અા મંદિરે શનિવાર અને અામ દિવસોમાં હજારો ભાવિકોની ભીડ જાેવા મળે છે અને અા રોડ પર સતત વાહનોની અવાર જવાર જાેવા મળે છે અા રોડ લાઠીરુદામનગરરુગારિયાધાર અને પાલીતાણા પણ જવાય છે જેથી મોટા ટ્રકો, ડમ્પરો અને રીક્ષાઅો જેવા માલ વાહક વાહનો અહીથી પસાર થતા હોય છે. અા માગૅ પર છેલ્લા ર થી ૩ વષોૅથી અા માલવાહક વાહનોની અવાર જવર અને રોડની નબળી કામગીરીના કારણે અા રોડ પર મોટા અાકાઅો પડીઅો ગયા છે અા રોડ પર બાઈક અને કારનો કંટ્રોલ રહેતો નથી. અને હેન્ડલ ફગાવ માંડે છે. અા રોડના કારણે અહીના દરરોજ અપડાઉન કરવા વાળા લોકો અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જાેવા મળે છે. થોડા સમય પહેલા પણ રીક્ષા ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ëધી પડતી હતી અને ૬ થી ૭ લોકોને ઈજા થઈ હતી અને અાવા અનેક અકસ્માતો અવારરુનવાર થતા હોય છે. અા વિસ્તારમાં સુપ્રસિદ્વ ભુરખિયા મંદિર હોવાને કારણે અહી ટ્રાફીક જાેવા મળે છે જેના કારણે અહીના લોકોમાં ભયનો માહોલ જાેવા મળે છે અને અા રોડને વહેલાથી વહેલા સમારકામ કરવામાં અાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.


Advertisement