સોમનાથમાં સંગીત સંઘ્યાના કાર્યક્રમમાં જંગી મેદની ઉમટી પડી

16 April 2018 12:44 PM
Veraval
  • સોમનાથમાં સંગીત સંઘ્યાના કાર્યક્રમમાં જંગી મેદની ઉમટી પડી

લોક જાગૃતિ મંચ સંસ્થાના કાર્યક્રમમાં દાતાઓનું સન્માન

Advertisement

વેરાવળ તા.16
સોમનાથ ખાતે લોક જાગૃતિ મંચ દ્વારા સંગીત સંઘ્યાના કાર્યક્રમની સાથે સંસ્થામાં સહભાગી થતાં દાંતાઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયેલ હતો.
સોમનાથ ખાતે આવેલ રામમંદિરના ઓડીટોરીયમમાં લોક જાગૃતિમંચ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં સંસ્થામાં સહભાગી થતા દાંતાઓમાં વેરાવળ પીપલ્સ બેન્કના ડીરેકટર એડવોકેટ કિશોરભાઇ કોટક, વેરાવળ મર્કન્ટાઈલ બેન્કના ડાયરેકટર ડો.ફિચડીયા, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોંફડી, સમસ્ત ખારવા સમાજ સાગર પુત્રફાઉન્ડેશનના પટેલ લખમભાઇ ભેસલા સહીતનાનું લોક જાગૃતિ મંચના સભ્યો તેમજ પ્રમુખ દીપકભાઇ ટીલાવંત, જગદીશભાઇ મહેતા સહીતનાએ પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. આ તકે આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર ગીર સોમનાથ જીલ્લાના આગેવાન અને સામાજિક કાર્યકર ગુલાબભાઈ છેડા, જીલ્લા પોલીસ અધીક્ષક હીતેશભાઇ જોઈસર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહીતનાનું સન્માનિત કરેલ હતા. રાજકોટના નાંમાકિત કલાકારો દ્વારા શિવતાંડવ નૃત્ય અને જુના હેમંતકુમાર મન્નાડે, રાજકપુરના ગીતો થી તરબોળ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Advertisement