વેરાવળમાં જાણિતા તબીબની સેવાની કદર : રસ્તાનું નામકરણ કરતા સત્તાધીશો

16 April 2018 12:42 PM
Veraval
  • વેરાવળમાં જાણિતા તબીબની સેવાની કદર : રસ્તાનું નામકરણ કરતા સત્તાધીશો

ભાજપ આગેવાનો સહિત સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત

Advertisement

વેરાવળ તા.16
વેરાવળ-પાટણ નગરપાલીકા દ્રારા કસ્તુરબા મહિલા મંડળ રોડનું નામ ડો.આર.જી.તન્ના માર્ગ તરીકે નામકરણ કરવા ઠરાવ પસાર કર્યા બાદ આ માર્ગની નામકરણની તકતી મુકવાનો કાર્યક્રમ શહેરના શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયેલ હતો. ગીર-સોમનાથ જીલ્લા ભાજપ પંમુખ ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયદેવભાઇ જાની, ડો.ફીચડીયા, શૈલેષભાઇ તન્ના, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, ચીમનભાઇ અઢીયા, પ્રવિણભાઇ રૂપારેલીયા, કીશોરભાઇ સામાણી, વશરામભાઇ સોલંકી, મુકેશભાઇ ચોલેરા, રીતેશભાઇ ફોફંડી, મુકેશભાઇ બીહારી સહીતના અગ્રણીઓની હાજરીમાં અનાવરણ કરાયેલ હતુ. આ તકે તમામ શ્રેષ્ઠીઓએ ઉદબોઘનમાં જણાવેલ કે, ડો.આર.જી.તન્નાએ શહેરીજનોના આરોગ્ય અંગે સાત દાયકા સુઘી કરેલ સેવા કયારેય ભુલી ન શકાય સાથે આવનાર પેઢી તેમના સેવાકાર્યોથી અવગત થાય તે હેતુથી માર્ગનું નામકરણ કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં આરોગ્યની સેવા મેળવવી ખર્ચાળ છે ત્યારે ડો.તન્નાએ સામાન્ય લોકોને પરવડે તેવી મામુલી કિંમતની દવાઓ પ્રીસ્પકીશનમાં લખી સેવા કરી હોવાના લીઘે શહેરના કોઇ પણ મેડીકલ સ્ટોરમાં સામાન્ય તાવ-શરદીની દવાનો ડો.તન્નાનો ડોસ માત્ર રૂા.10 માં મળે છે. ડો.તન્નાએ આરોગ્ય સાથે ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને શિક્ષણ મળી રહે તે માટે શહેરમાં છ દાયકા પૂર્વે એજયુકેશન સોસાયટીની સ્થાપના કરેલ જેમાં અભ્યાસ કરી કેટલાય વિઘાર્થીઓ આજે ઉચ્ચ હોદા પર પહોચ્યા છે. આ સોસાયટીની સ્થાપનાની સાથે સતત સક્રિય રહી વૃક્ષની જેમ ઉછેર કરેલ હોવાથી આજે એજયુકેશન સોસાયટીમાં બાલ મંદિરથી લઇ સાયન્સ, આઇટી, એમબીએ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમોનું શિક્ષણ અપાય રહેલ છે. આમ, ડો.તન્નાની સેવાની સુશ્વાસથી શહેરના દરેક વર્ગના લોકો સુઘી પહોચેલ છે. આ કાર્યક્રમમાં ઉઘોગપતિ કેન્ની થોમસે ડો.આર.જી.તન્ના સ્કોલરશીપ યોજનાની શરૂઆત કરી શહેરમાં જરૂરીયામંદ તેજસ્વી વિઘાર્થીઓ કે જે પૈસાના અભાવે ઉચ્ચ અભ્યાસ મેળવવાથી વંચિત રહે છે. તેઓને આ સ્કોલરશીપ આપવાનું આયોજન કરેલ હોવાની જાહેરાત કરી હતી.
હાલ 97 વર્ષીય ડો.તન્ના અમેરીકા હોય ત્યાંથી વીડીયો સંદેશા મારફત શહેરીજનો અને શ્રૈષ્ઠીઓ સાથેનું સંભારણું યાદ કરી નામકરણ કરવા બદલ નગરપાલીકા અને સંસ્થાઓનો આભાર માનેલ હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના પ્રતિનિઘિઓ અને વિવિઘ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


Advertisement