કચ્છના પટેલ પરિવારના નવ સભ્યોની અેક સાથે અંતિમ વિધિ

16 April 2018 12:09 PM
kutch
  • કચ્છના પટેલ પરિવારના નવ સભ્યોની અેક સાથે અંતિમ વિધિ
  • કચ્છના પટેલ પરિવારના નવ સભ્યોની અેક સાથે અંતિમ વિધિ
  • કચ્છના પટેલ પરિવારના નવ સભ્યોની અેક સાથે અંતિમ વિધિ

ભચાઉ પાસે બસ-ટ્રેકટર અકસ્માતમાં ૧૦ના મોતથી અરેરાટી : સગાઈ પ્રસંગની ખુશી અાંસુના દરિયામાં ફેરવાઈ

Advertisement

ભચાઉ તા. ૧૬ ભુજરુભચાઉ ઘોરીમાગૅ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરમિક કંપની સામે ગઈકાલે ગાંધીધામનાં કુંભારડી ગામે સગાઈ અથેૅ જતી ખાનગી લકઝરી બસ અને શિકારાથી વિજપાસર સગાઈ પ્રસંગે મામેરૂ અાપવા જતા પટેલ પરિવારના ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં માગંલિયા ગીતોની વચ્ચે ચીસાચીસ થઈ પડી હતી. અા જીવલેણ અકસ્માતમાં ટ્રેકટર પર સવાર શિકરા ગામના પટેલ પરિવારના ૯ તથા વિજપાસર ગામના અેક મહિલા અેમ કુલ ૧૦ લોકોના કરૂણ મોત થયા હતા. જે ફિલ્મની અાજે અંતિમ વિધિ કરાઈ હતી. ઘવાયેલ ૧૦ લોકોને સારવાર અથેૅ વાગડ વેલ્ફેર ગાંધીધામ તથા રાજકોટ અેમ જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર અથેૅ ખસેડાયા હતા. ગઈકાલે સવારે અા ગમખ્વાર અકસ્માતને પગલે ફરી અેક વખત ભુજ-ભચાઉ માગૅ રકતરંજિત બન્યો હતો. કાળમુખા અા અકસ્માત પછી બનાવ સ્થળે અાંખો મીંચી દેનારા લોકોની લાશોને પી.અેમ. માટે લઈ જવાઈ હતી. ભુજ રુભચાઉ માગૅ ઉપર શિકરા ગામ નજીક યુરો સિરામિક કંપની પાસે શિકરા ગામના પાટીદાર સમાજના અનાવાડિયા સાંખના શવજી પદમા અનાવાડિયા (પટેલ) પરિવારની દીકરીને ત્યાં વિજપાસર ખાતે દીકરા રુદીકરીની સગાઈ પ્રસંગે ટ્રેકટરમાં સવાર થઈને મામેરૂ અાપવા જઈ રહ્યો હતો. તો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતા ભોગીલાલ વસ્તાભાઈ સથવારાના પુત્ર વિરલની સગાઈ હોવાથી અા પરિવાર કુંભારડી ખાતે જઈ રહ્યો હતો. દરમ્યાન અા ખાનગી લકઝરી બસ નંબર જી.જે. ૧૮ ટીરુ૮૩પ૯ અને સામેથી અાવતા ટ્રેકટર ટ્રોલી નંબર જી.જે. ૧ર સી.પીરુ ૯૦ર૮ ધડાકાભેર અથડાતા અા ટ્રેકટર હવામાં ઊછળીને ફંગોળાયું હતું અને બસ અાગળ નીકળી ગઈ હતી. અા બનાવમાં ઘવાયેલા બાળકો, મહિલાઅો અાક્રંદ કરતા વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. અા કાળમુખા અકસ્માતમાં શિકરા ગામના કંકુબેન ભીમાભાઈ અનાવાડિયા (ઉ.વ.૬૦), પમીબેન નરશીંભાઈ અનાવાડિયા (ઉ.વ.પપ), દયાબેન મૂળજીભાઈ અનાવાડિયા (ઉ.વ.૩પ), માનાબેન રતાભાઈ અનાવાડિયા (ઉ.વ.પ૦), નિશાબેન પેથાભાઈ અનાવાડિયા (ઉ.વ.૧૭), રામાબેન માદેવાભાઈ અનાવાડિયા (ઉ.વ.૬૦), કિશોર મૂળજી અનાવાડિયા (ઉ.વ.૧૦), વિશાલ રમેશ અનાવાડિયા (ઉ.વ.ર૦) તથા વિજપાસરના જિજ્ઞાબેન ઈશ્ર્વરભાઈ ભુટક (ઉ.વ.રપ) ને તત્કાળ કાળ અાંબી ગયો હતો. તેમજ નાનજી હીરાભાઈ અનવાડિયા (ઉ.વ.૯૦)અે સારવાર દરમ્યાન અાંખો મીંચી લીધી હતી. ચાર સગી દેરાણી રુજેઠાણી, બે પોૈત્રી, અેક પોૈત્ર, બે પિતરાઈ ભાઈ અને ઘરના વડીલ અેમ કુલ ૧૦ લોકોના મોતના પગલે ગામ અાખુ હિબકે ચડયું હતું તેમજ હંસાબેન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.રપ), શાંતાબેન અણદા પટેલ (ઉ.વ.૪૦), નીતાબેન સતીશ ચામરિયા (ઉ.વ.૩૦), હેતલબેન પેથા પટેલ (ઉ.વ.૧પ), રમેશ ધનજી સથવારા (ઉ.વ.૪ર), રમીલાબેન રતનશીં પટેલ (ઉ.વ.૩પ), વિવાન સતીશ ચામરિયા (ઉ.વ. દોઢ), અાયૅન અરવિંદ પટેલ (ઉ.વ.પ) અને ભીમાભાઈ નાનજી અનાવાડિયા (ઉ.વ.પપ) ને ઈજાઅો થતા તમામને પ્રથમ વાગડ વેલ્ફેર ભચાઉ, ત્યાંથી રાજકોટ રુગાંધીધામ વગેરે જગ્યાઅે સારવાર અથેૅ ખસેડાયા હતા. અાવામાં વિજપાસરમાં રહેતા જિજ્ઞાબેન ભુટક મામરા પ્રસંગે નહોતા જવાના પરંતુ અા ટ્રેકટર વિજપાસર જતું હોવાથી તેમા સવાર થયા હતા. અને કાળનો કોળીયો બની ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અા અકસ્માતને પગલે હસતા રમતા પરિવારનો માળો પીંખાઈ ગયો હતો. વિજપાસર રહેતા ભાણેજરુભાણેજીની સગાઈ ચાંદલાવિધિ હતી જેમાં ભાણેજની સગાઈ ભચાઉ તાલુકાના લખપત થવાની હતી જેથી ઘરના અમુક સભ્યો ત્યાં પહોંચે તે પહેલા અા કાળમુખા સમાચાર મળતા ઘરના રમેશ માદેવા અનાવાડિયાની તબિયત બગડતા સારવાર અથેૅ ખસેડાયા હતા. કાળનો કોળિયો બનેલા પટેલ પરિવારના લોકોની અાજે સગાંરુવ્હાલા અાવી જાય બાદમાં અંતિમ વિધિ કરવામાં અાવી હતી. અા બનાવને પગલે ભચાઉની સરકારી અને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં પાટીદાર સમાજના તમામ અાગેવાનો દોડી અાવ્યા હતા. બનાવ બાદ ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરી, પુવૅ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્ર્વરી, પોલીસ વડા ભાવનાબેન પટેલ, ભચાઉ મામલતદાર વાછાણી, કબરાઉના સરપંચ અને પાટીદારના અગ્રણી કાનજીભાઈ, શિકરાના જયેન્દ્રસિંહ જાડેજા, નારણભાઈ મણકા, માકેૅટયાડૅના પ્રમુખ ધમેૅન્દ્રસિંહ જાડેજા, કરશનભાઈ સોની, રવીન્દ્ર પટેલ, સેવાભાવી અેવા દેવેન્દ્ર વસંતલાલ કોટક, ગજુભા જાડેજા, ભરતભાઈ કાવત્રા, મહેન્દ્ર અાર. પટેલ વગેરે સેવાભાવી લોકો તથા ૧૦૮ અેમ્બ્યુલન્સ દોડી અાવી હતી. અને ઘવાયેલાઅોને સારવાર અથેૅ ખસેડવા સહિતની કામગીરીમાં મદદરૂપ થયા હતા. ભુજરુભચાઉ વાયા દુધઈ માગૅને પહોળો કરવાનું કાયૅ છેલ્લા અાઠ વષૅથી ચાલુ છે છતા કામ હજુ પુણૅ થયું નથી તેવામાં અા માગૅ ઉપર ભયસૂચક સિગ્નલ, ડાયવઝૅન, ટ્રાફીક પોલીસ વગેરે બાબતોના અભાવના કારણે અા માગૅ અવારનવાર રકતરંજિત બને છે છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.


Advertisement