જસદણ હોસ્પિટલમાં મુખ્ય તબીબ સાથે બેડની સંખ્યામાં ઘટ: રજુઆત

16 April 2018 12:03 PM
Jasdan

જાગૃત પત્રકારે આરોગ્ય સચિવને પત્ર પાઠવ્યો

Advertisement

જસદણ તા.16
જસદણની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ડોકટરો અને પથારીઓની સંખ્યા ઘટતી હોવાથી આ અંગે ગુજરાતના આરોગ્ય મુખ્ય સચિવને જસદણના એક પત્રકારે એ વિસ્તૃત લેખીત રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે જસદણ શહેર અને તાલુકાના ગામોને રાહતરૂપ બનતી સરકારી હોસ્પિટલમાં વર્ષાથી એકપણ કાયમી ધોરણે એમ.એસ., ઓર્થોપેડીક જેવા અનેક ડોકટરો તથા પથારીની સંખ્યા પણ જુજ હોવાથી શહેર અને તાલુકાના દર્દીઓએ ફરજીયાત રાજકોટ જવું પડે છે. વર્ષોથી આ ઘટ હોવા છતા તંત્ર દ્વારા જસદણ સાથે ઓરમાયું વર્તન થતુ હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત સમય અને પૈસાનો દુરઉપયોગ સાથે જીવ પણ જોખમમાં મુકાય છે. વધુમાં જણાવ્યું કે ભુતકાળમાં આ બાબતે અનેક રજુઆત થઈ પણ તંત્રના બહેરાકાને અથડાઈ પાછી ફરી છે. વર્તમાન સમયમાં હોસ્પીટલના ડોકટરો સ્ટાફ માનવતાવાદી વલણ ધરાવી પોતાની ફરજ બજાવે છે જો એમ એસ ફકત એક ડોકટર અને પથારીની સંખ્યા વધારવામાં તંત્ર પોતાની ફરજ સમજી દર્દીઓને પડતી હાલાકી નિવારે એમ અંતમાં જણાવ્યુ હતું.


Advertisement