પડોસીઓ વચ્ચે મારામારીમાં ઘવાયેલા વૃધ્ધાના મોત બાદ હત્યામાં પલટતો બનાવ

16 April 2018 11:54 AM
Bhavnagar Crime

ભાવનગરમાં બનેલા ચકચારી બનાવે મોટુ સ્વરૂપ ધારણ કર્યું; અડધા લાખની ઘરફોડી

Advertisement

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.16
ભાવનગરમાં પાડોશી સાથે થયેલ મારામારીમાં ઈજા પામેલ વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ છે.
મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠકકરબાપા સોસાયટીમાં રહેતા વીરૂબેન નારણભાઈ કંટારીયા ઉ.65 નામની દલીત વૃધ્ધાને તેના પાડોશી સાથે ગત તા.27/3ના રોજ થયેલ મારામારીમાં લાકડી વાગતા ઈજા પહોંચતા અત્રેની સર ટી
હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેને તા.30મીએ રજા આપવામાં આવેલ. ફરી તા.9/4ના રોજ તેને સારવાર માટે અત્રેની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
આ બનાવ અંગે ડી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ચોરી
ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં રહેતો પરીવાર વેકેશન કરવા બહારગામ ગયો હતો. ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. અર્ધાલાખની મતાની ચોરી કરી નાસી છુટયા હતા.
ચોરીના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના સુભાષનગર વિસ્તારમાં નેચરલ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ મોહનભાઈ લશ્કરીનો પરિવાર વેકેશન કરવા બહારગામ ગયો હતો અને જગદીશભાઈ બહાર ગયા હતા. ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રોકડા રૂા.10 હજાર અને સોનાની 3 વીટી સહિત કુલ રૂા.43 હજારની મતાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાત ધરી છે.


Advertisement