કોંગો ફિવરનો રિપોટૅ અાવતા પૂવેૅ જ ગોંડલનાં દદીૅનું મોત

16 April 2018 11:53 AM
Gondal

ગોંડલના દદીૅને તાવ અાવતા ત્રણ દિવસથી રાજકોટ હોસ્પિટલ ખસેડાયા'તા

Advertisement

રાજકોટ, તા. ૧૬ રાજયભરમાં ઉનાળાથી અાકરો તાપ પડી રહયો છે. અમુક શહેરમાં તાપનો પારો ૪૦ને પાર થતાં યલો અેલટૅ જાહેર કરવામાં અાવે છે અને હોસ્પિટલમાં ઝાડારુઉલ્ટીનાં કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહે છે. ત્યારે તબીબો વધુને વધુ પાણી પીવા લોકોને સલાહ અાપે છે. ત્યારે અાકરા તાપમાં પણ ગોંડલમાં નવાસગપર ગામે રહેતા યુવાનને છેલ્લા ઘણાસ સમયથી તાવ અાવતા તેને સારવાર અથેૅ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો જયાં તેમને તબીબોઅે તપાસતા તેમણે કોંગો ફિવરનાં લક્ષણો જણાતા તેના લોહીના નમુના લઈ તેમને પુના લેબોરેટરીમાં મોકલાયા છે. ગોંડલમાં નવાસગપર ગામે રહેતા ભુપતભાઈ મકવાણા(ઉ.વ.૩પ) નામના યુવાનને છેલ્લા ચારેક દિવસથી તાવ અાવતો હોવાથી ગોંડલની હોસ્પિટલમાં સારવાર અાપવામાં અાવી રહી હતી. પરંતુ તેની તબીયત લથડતા તેને તુરંત જ રાજકોટની સિવિલ હોસ્પિટલનાં સ્વાઈનફલુ વોડૅમાં ખસેડવામાં અાવ્યો હતો. અને ત્યાં તબીબોઅે તેની તપાસ કરતાં તેમાં કોંગો ફિવરનાં લક્ષણો જણાતા તબીબોઅે લોહીના નમુના લઈ પુના લેબોરેટરીમાં મોકલાયા છે. અને દદીૅને સઘન સારવાર અાપવામાં અાવી રહી હતી. તેમજ તેનો રીપોટૅ અાવે તે પૂવેૅ જ અાજે સવારે ભુપતભાઈ મકવાણાઅે સારવાર દરમિયાન દમ તોડયો હતો. યુવાનનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. ગોંડલના નવા સગપર ગામે યુવાનનું મોત થતાં અારોગ્ય તંત્રમાં દોડધામ થઈ હતી ત્યાં પહોંચી પાણીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા.


Advertisement