અાદિત્યાણામાં ભાજપના બે સુધરાઈ સભ્યોની ક્રુર હત્યા

16 April 2018 11:38 AM
Porbandar Crime
  • અાદિત્યાણામાં ભાજપના બે સુધરાઈ સભ્યોની ક્રુર હત્યા

પોરબંદર જિલ્લામાં લાંબા સમય બાદ ફરી રાજકીય હત્યાની ઘટનાથી ખળભળાટ : પોલીસ કાફલો ખડકાયો : કાનાભાઈ કડછા અને હાજાભાઈ ખુંટીને ત્રણ શખ્સોઅે તિક્ષ્ણ હથિયારના ઘાથી વેંતરી નાખ્યા : મોડી રાત્રે ડબલ મડૅરથી પુરા જિલ્લામાં હાહાકાર: ગ્રામ પંચાયતની ચૂંટણીના ડખ્ખામાં હત્યા થયાનું તારણ : અારોપીઅો ફરાર : અેસ.પી. સહિતનો પોલીસ કાફલો ખડેપગે

Advertisement

રાજકોટ, તા. ૧૬ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અાદિત્યાણા ગામે નગરપાલિકાના ભાજપના બે સભ્યોની ચૂંટણીના મનદુ:ખની અદાવતમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં અાવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સુદામાપુરી વિસ્તારમાં લાંબા સમયથી ફરી રાજકીય કારણોથી ગેંગવોર જેવી ઘટનાઅે સોંપો પાડી દીધો છે. અા ડબલ મડૅરમાં બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ રાણાવાવ તાલુકાના અાદિત્યાણા ગામે નગરપાલિકાના બે સભ્યો કાનાભાઈ રામલભાઈ કડછા અને હાજાભાઈ વિરમભાઈ ખુંટી ઉપર ગત મોડી રાત્રે ત્રણ શખ્સોઅે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કયોૅ હતો. હથિયારના અાડેધડ ઘા મારી અારોપીઅો બંને સભ્યો પર તુટી પડયા હતા અને સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું હતું. અા ઘટનાની જાણ થતા વ્હેલી સવારે પોરબંદર જિલ્લા પોલીસ વડા, રાણાવાવ પોલીસ સહિતના અધિકારીઅોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હત્યા બાદ અારોપીઅો ભાગી છુટયા હોય, તેઅોને પકડવા નાકાબંધી, પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં અાવ્યું છે. અા ડબલ મડૅર ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુ:ખમાં થયું હોવાની વિગતો બહાર અાવી છે. અામ છતાં પોલીસે હજુ ઘટના અંગે સતાવાર કારણ જાહેર કયુૅ નથી. બંને સભ્યોની લાશ હોસ્પિટલે ખસેડવામાં અાવી હતી. જયાં સરકારી તબીબો દ્વારા લાશનું પોસ્ટમોટૅમ કરવામાં અાવ્યું છે. હથિયારના ઘાથી બંને સભ્યોના મોત થયાનું તારણ તબીબોઅે અાપ્યું હતું. નગરપાલિકાના અા બંને સદસ્યો અેક સાથે હતા ત્યારે હુમલો કરવામાં અાવ્યો હોય, પુરી ઘટના પૂવૅ અાયોજીત હોવાનું સમજવામાં અાવે છે. ચૂંટણી સિવાયના અન્ય કોઈ કારણોથી શું અા હત્યા કરવામાં અાવી હશે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અારોપી અને મૃતક વચ્ચે રાજકીય અદાવત લાંબા સમયથી હોવાની ચચાૅ તાલુકામાં થઈ રહી છે. અા દુશ્મની અાજે લોહીયાળ બનીને બહાર અાવી હતી. અેક સાથે બબ્બે સદસ્યના અા રીતે હથિયારના ઘા મારી, શરીર વેંતરી નાંખી ઢીમ ઢાળી દેવામાં અાવતા પોરબંદર જિલ્લાના ભાજપરુકોંગ્રેસ બંને પક્ષના નેતાઅોમાં પણ ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. અા ડબલ મડૅરના અા જ પ્રકારના પડઘા કોઈપણ ગામમાં ન પડે તે માટે પોલીસે જિલ્લાના તમામ પોલીસ મથકોને અેલટૅ કરી દીધા છે. અાદિત્યાણામાં અાજે સવારથી પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં અાવ્યો છે. તો અારોપીઅો દુર ભાગી ન જાય તે માટે પોલીસે નાકાબંધી કરી છે. અારોપીઅોના નામ સવાર સુધી પોલીસે જાહેર કયાૅ ન હતા છતાં રાજકીય અદાવતમાં અા ઘટના બની હોય, ઘટનામાં કોઈ રાજકીય દોરીસંચાર હોવાની શકયતા પણ નકારાતી નથી. સવારે અા અંગે અેસપીનો સંપકૅ કરવા પ્રયાસ કરતા તેઅો સ્થળ પર તપાસમાં વ્યસ્ત હોય મળી શકયા ન હતા. અા ઘટનાઅે પુરા જિલ્લામાં વધુ અેક વખત ભય જેવો માહોલ ઉભો કરી દીધો છે.


Advertisement