આ ગામમાં ચાલતા ચાલતા સૂઈ જાય છે લોકો, જાણો શું છે રહસ્ય

15 April 2018 10:55 PM
Rajkot India World
  • આ ગામમાં ચાલતા ચાલતા સૂઈ જાય છે લોકો, જાણો શું છે રહસ્ય
  • આ ગામમાં ચાલતા ચાલતા સૂઈ જાય છે લોકો, જાણો શું છે રહસ્ય

Advertisement

ધરતી પર લગભગ કોઈક જ એવું હશે જે કહેતું હશે કે મને સૂવાનું પસંદ નથી. દુનિયામાં સૂવાવાળાઓની પણ અલગ-અલગ કૅટેગરી છે. કોઈ સૂતા પહેલા તમામ ઉપાયો કરે છે, તો ઘણા પથારીમાં સાપની જેમ પડ્યા રહે છે ત્યારે તેમને ઊંઘ આવે છે. ઘણા લોકોને પથારીમાં આવ્યા પહેલા જ ઊંઘ આવતી હોય છે અને લાંબા થયાની સાથે જ સૂઈ જાય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પૃથ્વી પર એક એવો પણ દેશ છે, જ્યાં લોકો ચાલતા-ચાલતા સૂઈ જાય છે, એટલે કે તેમને ક્યારેય પણ અને કોઈ પણ સ્થળે ઊંઘ આવી જાય છે. રસ્તા પર, ઑફિસમાં, મેદાનમાં અને આવી ઘણી જગ્યાએ તેઓ સૂતેલા જોવા મળે છે.

આ જગ્યા છે કઝાકિસ્તાન, જ્યાં એક નાનું ગામ છે કલાચી. છેલ્લા ઘણા સમયથી આ ગામમાં લોકો એક વિચિત્ર પ્રકારની બીમારીથી પીડાય છે. અહીં લોકો ગમે ત્યારે સૂઈ જાય છે અને સૂતા પછી તેમનો ઊઠવાનો સમય નક્કી હોતો નથી. ઘણી વખત લોકો એક અઠવાડિયા સુધી સૂતા જ રહે છે. ગામના લોકો સાથે વૈજ્ઞાનિકો પણ મુશ્કેલીમાં છે કે આ કેવી સમસ્યા છે.

આ સમસ્યા વિશે વૈજ્ઞાનિકોએ ખૂબ લાંબું રિસર્ચ કર્યું. 810 લોકોની વસ્તીવાળા આ ગામમાં લગભગ 200 લોકો આવી સમસ્યાથી પીડાય છે. જેમાં ઘણી વખત એવું થયું છે કે લોકો ઊંઘમાં જ સ્વર્ગલોક સિધાવી જાય છે. સંશોધન પછી જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોકાર્બનનું સ્તર વધારે છે, જેના કારણે લોકોને પૂરતો ઓક્સિજન મળતો નથી, આથી તેઓ આ ઊંઘનો શિકાર બની રહ્યા છે.


Advertisement