મહારાષ્ટ્રમાં 2 માથા અને 2 હૃદયવાલા બાળકનો જન્મ !!

15 April 2018 10:40 PM
Rajkot Gujarat India
  • મહારાષ્ટ્રમાં 2 માથા અને 2 હૃદયવાલા બાળકનો જન્મ !!
  • મહારાષ્ટ્રમાં 2 માથા અને 2 હૃદયવાલા બાળકનો જન્મ !!

Advertisement

મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં ગુરૂવારે છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક બાળકના જન્મ સમયે તેને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. તેનું કારણ હતું તેના બે માથા અને બે હૃદય. આ બાળકને હમણાં આઈસીયુમાં રાખવામાં આવ્યું છે. કોઈ લોકો તેને ચમત્કાર તો કોઈ લોકો તેને ભગવાનનું રૂપ માની રહ્યા છે.

આ બાળકને બે માથા સાથે બે હૃદય અને બે શ્વાસનળી પણ છે. હાલમાં તેની હાલત ગંભીર છે. તેને હાલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. તેના બાકીના તમામ અંગ સામાન્ય બાળક જેવા જ છે. જો કે લાખો બાળકોમાં આવું એક બાળક જન્મે છે.

આ આખી ઘટના મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની છે, જેમાં એક મહિલાની ડિલીવરી પહેલા સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં બે માથાવાળું બાળક છે. જ્યારે આ મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે આ બે માથા અને એક ગરદનવાળા આ બાળકને જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.Advertisement