મૃતકના પરિવારની જવાબદાર ઉઠાવતી ગુગલ કંપની !

14 April 2018 10:12 PM
Rajkot India World
  • મૃતકના પરિવારની જવાબદાર ઉઠાવતી ગુગલ કંપની !

Advertisement

સિલિકોન વેલીઃ સામાન્ય રીતે માનવામાં આવે છે કે કંપની જ્યાં સુધી કર્મચારી તેમના માટે કામ કરે છે ત્યાં સુધી કંપની કર્મચારીનું ધ્યાન રાખે છે. પરંતુ ગૂગલની વાત અલગ છે. દુનિયાની સૌથી મોટ સર્ચ એન્જિન કંપની ગૂગલ કર્મચારીઓની ચિંતા કરે છે સાથે કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારની પણ જવાબદારી ઊઠાવે છે.

ગૂગલ પોતાના કર્મચારીઓ માટે ‘ડેથ બેનિફિટ્સ’ નક્કી કરી રાખ્યા છે. કહેવામાં આવે છે કે કંપની કર્મચારીઓના પરિવારને જે સુવિધા આપે છે તે જીવિત કર્મચારીઓને પણ મળતી નથી.
જો કોઈ વ્યક્તિ ગૂગલમાં કામ કરતી વખતે મૃત્યુ પામે તો કંપની આગામી 10 વર્ષ સુધી તેની પત્ની અથવા પાર્ટનરને અડધો પગાર તેના ઘરે પહોંચાડે છે.

ફોર્બ્સ મેગેઝિનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગૂગલના ચીફ પીપુલ ઓફિસર લેસજોલ બોકે કહ્યું હતું કે આ ઉપરાંત તે કર્મચારીના બાળકને 19 વર્ષની ઉંમર સુધી 1000 ડોલર દર મહિને આપવામાં આવે છે.

ગૂગલની આ સુવિધા તમામ કર્મચારી માટે છે. 1 વર્ષ પહેલા નોકરી જોઈન કરી હોય કે પછી 20 વર્ષ જૂનો કર્મચારી હોય. તમને તે વાત જાણીને નવાઈ લાગશે કે આજે ગૂગલના સૌથી સીનિયર કર્મચારીની ઉંમર 83 વર્ષ છે.
લેસજોલના મતે, ગૂગલ પોતાના દરેક કર્મચારીની વેલ્યૂ સમજે છે. તેના જીવિત રહેતા તમામ સુવિધા આપે છે , પરંતુ મૃત્ય બાદ કર્મચારી પીડિત પરિવારને પોતાની જવાબદારી ગણી તેમની પણ મદદ કરે છે.


Advertisement