ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !

14 April 2018 10:02 PM
Rajkot India Technology World
  • ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !
  • ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !
  • ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !
  • ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !
  • ભારતના સૌથી મોંઘા સ્કુટરના આગમનના એંધાણ !

Scomadi એક બ્રિટીશ સ્કૂટર કંપની છે. Lambrata GP સ્ટાઈલના મોડેલ બનાવવા માટે આ કંપની દુનિયામાં ઘણી જાણીતી છે.

Advertisement

ભારતીય ઈકોનોમી જેવી રીતે વધી રહી છે, તેવી રીતે જ કંપનીઓનું રોકાણ વધી રહ્યું છે. ઘણી વિદેશી ઓટો કંપનીઓ ભારતમાં આવી રહી છે અને તેવામાં વધુ એક નામ Scomadi લીસ્ટમાં જોડાઈ ગયું છે. આ એક બ્રિટીશ સ્કૂટર કંપની છે. Lambrata GP સ્ટાઈલના મોડેલ બનાવવા માટે આ કંપની દુનિયામાં ઘણી જાણીતી છે. એક ચીની કંપની સાથે મળઈને તેણે થાઈલેન્ડમાં સેટઅપ શરૂ કર્યું છે. હવે આ કંપની ભારતમાં આવવા માટે તૈયાર છે. ભારતમાં આવ્યા પછી તે અહીં કસ્ટમ ક્વોલિટી સ્કૂટર્સ લાવશે.

ભારતમાં આવવા માટે Scomadiએ પુણે સ્થિત એજે પરફોર્મન્સ સાથે હાથ મળાવ્યો છે, જે કાર, બાઈક્સના ટોપ ક્લાસ કસ્ટમાઈઝેશન કરવા માટે જાણતી છે. Scomadiની શરૂઆત 2005માં થઈ છે. Scomadi ભારતમાં TT 125 સ્કૂટરની લોન્ચિંગ સાથે શરૂઆત કરશે. આ સ્કૂટરને મે 2018માં લોન્ચ કરવામાં આવશે.

Scomadiના સ્કૂટર્સને થાઈલેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં વશે. સીબીયુ એટલે કે કમ્પ્લીટલી બીલ્ટ યુનિટ અહીં લાવવામાં આવશે. સ્કૂટરમાં કસ્ટમીઝેશન કલર્સ અને પેન્ટ સ્કીમ્સની વાઈડ રેન્જ મળશે. ભારતમાં Scomadi TT 125 સ્કૂટરની કિંમત 1.98 લાખ રૂપિયા હશે. આ સ્કૂટરની કિંમત Vespaના મુકાબલે ઘણી વધારે મોંઘી છે.


Advertisement