આ સેલિબ્રિટીને હજુ પણ શ્રીદેવીના ફોનની રાહ !

14 April 2018 09:56 PM
Rajkot Entertainment India
  • આ સેલિબ્રિટીને  હજુ પણ શ્રીદેવીના ફોનની રાહ !
  • આ સેલિબ્રિટીને  હજુ પણ શ્રીદેવીના ફોનની રાહ !
  • આ સેલિબ્રિટીને  હજુ પણ શ્રીદેવીના ફોનની રાહ !

શ્રીદેવીના નજીકના મિત્રોમાં બોલિવુડ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ

Advertisement

અભિનેત્રી શ્રીદેવીને શુક્રવારે તેની ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેવામાં તેમના ઘણા નજીકના મિત્રોએ તે અંગેની ખૂશી જાહેર કરતા જણાવ્યું હતું કે કાશ તે આજે હયાત હોતે. શ્રીદેવીનું દુબઈમાં અચનાક મૃત્યુ થતા સિનેજગત સહિત દુનિયાભરના લોકોને શોક લાગ્યો હતો. શ્રીદેવીના મૃત્યુને એક મહિનાથી પણ વધારેનો સમય વીતી ગયા છત્તા તે આપણી વચ્ચે ન હોવાનું સ્વીકારી શકાયું નથી.

શ્રીદેવીના નજીકના મિત્રોમાં બોલિવુડ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ આવે છે. તે બંને ઘણા સારા મિત્રો હતા. મનિષ વારંવાર પોતાના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર તેની ફોટો શેર કર્યા કરે છે. હાલમાં જ તેણે શ્રી સાથેની પોતાની પહેલી મુલાકાત અંગે વાત કરતા કહ્યું હતું કે સાત વર્ષોમાં અમે ઘણા સારા મિત્રો બની ગયા હતા. ફેમિલીની સાથે તેના બોન્ડિંગ અંગે વાત કરતા મનીષે કહ્યું હતું તે પોતાના દરેક નજીકના સંબંધને 200 ટકા આપતી હતી અને તેને લઈને જ તે બોની,ખુશી અને જ્હાન્વીની બેસ્ટ ફ્રેન્ડ બની હતી.

મનિષે એ પણ જણાવ્યું હતું કે શ્રીદેવી કયારેય કોઈ પણ ગોસિપ કરતી ન હતી. તેની વાતો હંમેશાં માત્ર ફિલ્મો અને કપડાં અંગેની જ હોતી હતી. મનિષે છેલ્લે મોહિત મારવાહના લગ્નને યાદ કરીને કહ્યું હતું કે કેવી રીતે તેઓ લગ્નમાં સાથે હતા.

એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીદેવીના મૃત્યુ પહેલા તે બંને વચ્ચે વાત થઈ હતી. જેમાં શ્રીએ જ્હાન્વીની ફિલ્મ, લગ્નમાં ખુશી કેટલી સરસ લાગી રહી હતી થી લઈને તે દિવસે તેણે શું ખાધુ તેની પણ વાત કરી હતી. છેલ્લે મનિષ ઈમોશનલ થઈને કહે છે કે, હું આજે પણ આશા રાખું છું કે ક્યારે મારો ફોન વાગે અને કપડાં અથવા પ્રોજેક્ટ માટે હું શ્રી સાથે વાત કરું.Advertisement