સુરતના વિદ્યાર્થી બનાવે છે એક્સ્ટ્રા ઑર્ડિનરી બાઈક્સ

14 April 2018 09:16 PM
Rajkot Gujarat Technology
  • સુરતના વિદ્યાર્થી બનાવે છે એક્સ્ટ્રા ઑર્ડિનરી બાઈક્સ
  • સુરતના વિદ્યાર્થી બનાવે છે એક્સ્ટ્રા ઑર્ડિનરી બાઈક્સ

Advertisement

દિલ્હીના સીરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે સુરતના રૂઝબેહ માસ્ટરને મલ્ટિ યુટિલિટિ હાઇબ્રીડ ઇલેક્ટ્રિક બાઈક બનાવવા માટે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. રૂઝબેહ હાલ સુરતની ભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલૉજીના ઓટોમોબાઇલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ધોરણ 10મા હતો ત્યારે રૂઝબેહને મોટરસાઈકલ બનાવવાની ઇચ્છા હતી. બોર્ડની પરીક્ષા પછી કારનું એન્જિન લઈને બાઈક બનાવવાની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ તેણે બાઈકની ડિઝાઇન બનાવી ત્યારબાદ સસ્પેન્શન, એન્જિન, બ્રેક વગેરેમાં ઇનૉવેશન કરીને રૂઝબેહે એક બાઈક બનાવી હતી. આ બાઈકને અગાઉ ગોવા ખાતે યોજાયેલ બાઈક એક્સ્પોમાં ઇનૉવેટિવ બાઈકનો ઍવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ બાઈકને સ્થાન મળ્યું હતું.


'આ બાઈકમાં કારનું હાઇબ્રીડ એન્જિન લગાવ્યું છે. હાઇબ્રીડ એન્જિનથી બાઈકને બેટરી અને પેટ્રોલ એમ ડ્યુઅલ મોડમાં ચલાવી શકાય છે, જેમાં 24 વોલ્ટ અને 1 હૉર્સ પાવરની બેટરી મૂકવામાં આવી છે. પેટ્રોલ પર તેને 40 કિલોમીટર સુધી ચાલી શકે છે અને બેટરી ચાર્જ કરીને 10 કિલોમીટર સુધી બાઈક ચાલી શકે છે અને આ બાઈક રિવર્સમાં પણ ચાલે છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે આ બાઈકમાં આગળના ટાયરમાં નોર્મલ ડિસબ્રેક અને પાછળના ટાયરમાં હાઇડ્રોલિક બ્રેક લગાવવામાં આવી છે અને સાથે સાથે આ બાઈક મલ્ટિ યુટિલિટિ વ્હીકલ છે.'
આ પછી રૂઝબેહે એક નવી બાઈક બનાવી હતી જેમાં પણ કારના એન્જિનનો ઉપયોગ થયો હતો. આ બાઈકને ગોવા ખાતે યોજાયેલ ઇન્ડિયા બાઈક વીકમાં ઍવોર્ડ અને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેનું નામ આવ્યું હતું. તેણે આ બાઈકની પેટન્ટ કરાવી છે. જે બાઈકનું નામ ‘હેમર હેડ 800’ આપ્યું છે. હાલ રૂઝબેહ ગેવ માસ્ટર નવી બાઈક પર કામ કરી રહ્યો છે જેનું નામ ‘હેમર હેડ 800-2’ છે.
રૂઝબેહ ગેવ માસ્ટરને આ પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી. તેમના પિતા પહેલાંથી બાઈક બનાવતા હતા, તે જોતા જોતા રૂઝબેહને પણ બાઈક બનાવવાનો શોખ લાગ્યો હતો. રૂઝબેહને તેના આ કામમાં પરિવારનો પૂરો સાથ સહકાર મળે છે.


Advertisement