અહી બર્ગરથી પણ સસ્તુ મળે છે પેટ્રોલ, વીજળી-પાણી બધુ છે ફ્રી

14 April 2018 09:12 PM
Rajkot World
  • અહી બર્ગરથી પણ સસ્તુ મળે છે પેટ્રોલ, વીજળી-પાણી બધુ છે ફ્રી
  • અહી બર્ગરથી પણ સસ્તુ મળે છે પેટ્રોલ, વીજળી-પાણી બધુ છે ફ્રી
  • અહી બર્ગરથી પણ સસ્તુ મળે છે પેટ્રોલ, વીજળી-પાણી બધુ છે ફ્રી

Advertisement


આ દુનિયામાં એવા ઘણા દેશ છે જે ખૂબ જ અમીર છે. પરંતુ આજે તમને એવા દેશ અંગે જણાવવા જઈ રહ્યા છે જેની અમીરી જાણીને તમે પણ હેરાન થઈ જશો. તે દેશનું નામ છે કતાર. કતાર સાથે જોડાયેલા અમેઝિંગ ફેક્ટ્સ અંગે જાણીને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણી લઈએ કતાર અંગે...

કતારમાં બર્ગરથી પણ વધારે સસ્તુ પેટ્રોલ અહીં મળે છે. જેટલા પૈસામાં તમે મેકડોનાલ્ડનું એક બર્ગર ખાઓ છો તેનાથી પણ સસ્તુ અહીં પેટ્રોલ મળે છે. કતારમાં પેટ્રોસની કિંમત માત્ર 17 રૂપિયા છે. હાં, સાંભળીને ઉડી ગયાને હોશ. અહીં આટલું સસ્તુ પેટ્રોલ એટલા માટે છે કારણ કે પેટ્રોલનું સૌથી મોટું રિઝર્વ અહીં આવ્યું છે.

દુનિયાભરમાં સૌથી વધુ અમીર લોકો તમને કતારમાં જોવા મળશે. કતારની સરકાર પોતાના સંશાધનોથી મળતા પૈસા લોકોમાં વહેંચે છે. અહીં પાણી અને વીજળી, હેલ્થ કેર બધુ ફ્રી છે. કતારની સરકાર ચેકથી લોકોને પેન્શન મોકલે છે.

અહીંની વસ્તી 22 લાખની જ છે પરંતુ કતારમાં રહેવાવાળા લોકો માત્ર 15 ટકા છે, જ્યારે બાકીના લોકો પ્રવાસી છે. કતારમાં પુરુષોની સંખ્યા સૌથી વધારે છે. અહીં દારૂ પર પ્રતિબંધ છે, પંરતુ કેટલીક હોટેલમાં અહીં દારૂ પર છૂટ આપવામાં આવી છે. કતારની કુલ વસ્તીમાંથી 1.5 ટકા લોકો 64થી વધુ ઉંમરના છે.


Advertisement