સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા અધિકારોનાં રક્ષણ-સુરક્ષા માટે સદાય પ્રતિબધ્ધ છે - મુખ્યમંત્રી

14 April 2018 06:37 PM
Rajkot Gujarat
  • સરકાર કોઇપણ સમાજને  બંધારણે આપેલા અધિકારોનાં રક્ષણ-સુરક્ષા માટે સદાય પ્રતિબધ્ધ છે - મુખ્યમંત્રી
  • સરકાર કોઇપણ સમાજને  બંધારણે આપેલા અધિકારોનાં રક્ષણ-સુરક્ષા માટે સદાય પ્રતિબધ્ધ છે - મુખ્યમંત્રી
  • સરકાર કોઇપણ સમાજને  બંધારણે આપેલા અધિકારોનાં રક્ષણ-સુરક્ષા માટે સદાય પ્રતિબધ્ધ છે - મુખ્યમંત્રી
  • સરકાર કોઇપણ સમાજને  બંધારણે આપેલા અધિકારોનાં રક્ષણ-સુરક્ષા માટે સદાય પ્રતિબધ્ધ છે - મુખ્યમંત્રી

અમે કોઇનાં અધિકાર- હક છિનવી લેવા નહિ પરંતું સૌને સમાન ન્યાય-સમાન વિકાસની તક મળે તે માટે કાર્યરત છીએ-વિજયભાઇ

Advertisement

રાજકોટ, તા.14
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિએ આદરાજંલિ આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા અધિકારોની સુરક્ષા-રક્ષા માટે સદાય પ્રતિબધ્ધ રહેવાની જ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે, ડો. બાબા સાહેબે આપણને જે બંધારણ આપ્યુ છે તેમાં સૌને સમાન અધિકાર સૌને ન્યાયનાં સિધ્ધાંતો સુનિચ્શ્રિત કરેલા છે તેમાં કોઇપણ અધિકાર લઇ લેવા નહી પરંતુ તેના રક્ષણ-સુરક્ષિત રાખવા સરકાર હંમેશા કટીબધ્ધ્ છે અને રહેવાની જ છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કમાં સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ સામાજીક ન્યાય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ વિધાનસભા પુર્વ અધ્યક્ષ રમણભાઇ અને અનેક દલીત અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં અર્પણ કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ આ અવસરે જણાવ્યુ કે, ડો. આંબેડકર સવાસો કરોડ દેશવાસીઓનાં નેતા છે. તેમણે બંધારણમાં જે માનવીય અધિકારોના રક્ષણની વાત કરી છે તેનું પાલન કરીને ગુજરાત સરકાર પીડીત, શોષિત,, વંચિત દલીત સૌના વિકાસ માટે કાર્યરત છે.તેમણે ઉમેર્યુ કે, સૌને સમાન ન્યાય અધિકારીનાં રક્ષણ માટે ડો. આંબેડકરે સંગઠિત બનવા શિક્ષિત બનવાનો જે કોલ આપેલો છે તેને ગુજરાતમાં આપણે સૌનો સાથ સૌનો વિકાસનાં મંત્રથી એક બની નેક બની સામાજીક સમરસતા એકતા બંધુતાથી પાર પાડવો છે.
મુખ્યમંત્રીએ ખોટી અફવાઓ ગેરસમજ, ફેલાવનારોઓથી દુર રહેવા અનુરોધ કરતા કહયુ કે, સમાજનાં દલીત વંચિત કચડાયેલા વર્ગો પણ વિકાસનાં માર્ગે સૌની સાથે આગળ વધે એજ સરકારની સંકલ્પબધ્ધતા છે.


Advertisement