ભ્રષ્ટ અધિકારીને છોડાશે નહીં: પેન્શન અટકાવવા સુધીના પગલા

14 April 2018 06:05 PM
Ahmedabad Gujarat

જમીન નિકાસ નિગમના લોંચિયા અધિકારીઓનો ફાઈનલ રીપોર્ટ આપ્યા બાદ સસ્પેન્શન સહિતના પગલા

Advertisement

ગાંધીનગર તા.14
જમીન વિકાસ નિગમના એમ.ડી. સહીત પાંચ અધિકારીઓને એસીબીએ સર્ચ દરમ્યાન પકડી પાડતા કૌભાંડ મોટું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે એસીબીની ઝપટે ચઢેલા એક પણ અધિકારીને સરકાર છોડશે નહીં અને તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે સેવા સ્પષ્ટ સંકેતો મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘે કર્યો છે.
ગાંધીનગરમાં બે દિવસ પૂર્વે જમીન વિકાસ નિગમના એમ.ડી. સહિત અન્ય પાંચ અધિકારીઓ એસીબીની સર્ચમાં ઝડપાઈ ગયા છે. એટલું જ નહીં તેમના પેન્શન પણ અટકાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યુ હતું.
રાજયના મુખ્ય સચિવે આ કૌભાંડ અંતર્ગત રાજયના અન્ય સરકારી કર્મચારીઓને પણ કડક ચેતવણી આપતા જણાવ્યુ હતું કે રાજયની વર્તમાન સરકાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતા ખચકાશે નહીં અને આ પ્રકારે પૈસા લેતા અધિકારીઓ સામે પણ આવનાર દિવસોમાં આકરા પગલા સરકાર લેશે. આ કૌભાંડ અંગે નિવેદન કરતા રાજયના મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘે જણાવ્યું હતું કે સરકાર જમીન વિકાસ નિગમના અધિકારીઓ સામે કડક પગલા ભરશે. અને તેમની વિરૂધ્ધમાં ક્રિમીનલ એકશન લેવામાં આવશે. સાથે સાથે તેમણે જણાવ્યુ હતું કે એસીબી આ કૌભાંડની તપાસ હજુ કરી જ રહી છે. ત્યારે આગામી દિવસોમાં આ અધિકારીઓના રોકાણ મિલ્કતોની પણ તપાસ કરવામાં આવશે અને આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવશે.


Advertisement