સોમવારથી સુરત-ભાવનગર અને ર૪મીથી જામનગર-દીવ વિમાની સેવા

14 April 2018 03:26 PM
Saurashtra
Advertisement

અમદાવાદ, તા. ૧૩ 'ઉડાન' યોજના હેઠળ ગુજરાતમાં સોમવારથી અેક અાંતરરાજય ફલાઈટ શરૂ થઈ રહી છે. અમદાવાદથી ભાવનગર અને સુરતની અા ફલાઈટ છે. અેર અોડિસા દ્વારા ૧૬મી અેપ્રિલથી અમદાવાદથી ભાવનગર અને સુરતની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં અાવી છે. અગાઉ પણ અા સેવા શરૂ કરાઈ હતી પરંતુ કેટલીક ખામીઅોને કારણે બંધ કરવી પડી હતી. અેર અોડિસાઅે અમદાવાદ-મંુદ્રા વચ્ચે ગત ૧૭ ફેબ્રુઅારીઅે અને અમદાવાદ-દીવ વચ્ચે ર૪ ફેબ્રુઅારીઅે વિમાની સેવા શરૂ કરી હતી. ૧૮ સીટની ક્ષમતાવાળા વિમાનમાં ટેકનીકલ ખામી સજાૅઈ હતી પછી અમદાવાદ અેરપોટૅ પર રન-વેનો પ્રશ્ર્ન ઉભો થયો હતો અેટલે મુંદ્રા સિવાયની અન્ય ફલાઈટો બં જ રહી હતી. હવે અમદાવાદ અેરપોટૅના રનરુવેનું કામ પૂણૅતાને અારે છે ત્યારે ફરી અાંતરરાજય ફલાઈટ શરૂ કરવાનું નકકી કરવાનું નકકી થયું છે. ગુજરાત સ્ટેટ અેકસપોટૅ કોપોૅરેશનના ડાયરેકટર શૈષવ શાહે જણાવ્યું હતું કે સોમવારથી ભાવનગર અને સુરતની ફલાઈટ શરૂ થશે જયારે ર૪મી અેપ્રિલથી જામનગર અને દીવની ફલાઈટ શરૂ કરવામાં અાવશે.


Advertisement