આઈપીએસ કેડરમાં સિલેકશન છતાં એન.કે.અમીન કેમ ખૂશ નથી?

14 April 2018 03:24 PM
Ahmedabad Gujarat

નિવૃત પોલીસ અધિકારીને રાજય સરકાર સામે અનેક ફરીયાદ છે

Advertisement

અમદાવાદ તા.14
ગુજરાતના દાગી પોલીસ ઓફીસર એન.કે.અમીનને આઈપીએસમાં સિલેકશનને કેન્દ્ર સરકારે પણ મંજુરી આપતા એક ઔર વિવાદ વધ્યો છે. આ મંજુરી યુપીએસસી સિલેકશન કમીટી આપી છે. જોકે તેઓને આ સિલેકશન ગ્રેડ શરતી લાગુ થશે.
શ્રી અમીને તેમની સામેના જે કાનુની કેસ છે તેમાં કલીયર કરવા ડશે અને નિર્દોષ સાબીત કરતા જરૂરી પડશે.
ગુજરાતમાં હાલ ચાર અધિકારીઓ વી.એમ.પરમાર, (બોટાદ એસપી), એ.એમ.મૂનિયા (ડાંગ એસપી),મયુર ચાવડા (એસપી ઈન્ટેલીજન્સ) તથા ઉષા રાડા (એસ.પી.મહિસાગર)ને પણ આઈપીએસ કેડરમાં સમાવાયા છે.
ઈશરત જહા એન્કાઉન્ટરમાં ફસાયેલા શ્રી એન.કે.અમીન લાંબો સમય જેલમાં રહ્યા હતા અને બાદમાં નિવૃત થતાં રાજય સરકારે તેમની સેવા 1 વર્ષ વધારીને તાપીનાં એસપી તરીકે નિયુકિત આપી હતી જોકે આ વિવાદ સુપ્રિમમાં પહોંચતા સર્વોચ્ચ અદાલતે દાગી અધિકારીઓને નિવૃતિ બાદ લેવા અને કોન્ટ્રાકટ ધોરણે ઉચ્ચ સ્થાનો પર નોકરી આપવાનાં નિર્ણયને રદ કરતા શ્રી અમીન અને તરૂણ બારોટ બન્નેનેનો કોન્ટ્રાકટ ટુંકાવાયો હતો. શ્રી અમીને રાજય સરકારના આ નિર્ણય પર પ્રતિભાવ આપતા કહ્યું કે મને આનંદ કરતા પિડા વધુ છે. હું છેક 2007 થી આઈપીએસ લીસ્ટમાં હતો અને હજુ સુધી જાણ નથી.
આજે પણ અનેક દાગી પોલીસ અધિકારી ફરજ બજાવે છે પણ ફકત અને તરૂણ બારોટને જ નોકરી છોડવી પડી હતી. આજની સરકારે મારા કાનુની રીતે મારો પ્રશ્ર્ન હલ કર્યો નથી. નહીં તો હું આઈજીપી તરીકે નિવૃત થયો હોત શ્રી અમીન હાલ ધારાશાસ્ત્રી તરીકે પ્રેકટીસ કરે છે તેઓએ કહ્યું કે મને પેન્શન કે નિવૃતિ બાદનાં લાભો મળ્યા નથી. છતાં મે તેના પર કહી આગ્રહ રાખ્યો નથી. શ્રી અમીનને શોહરાબુદીન ઓગસ્ટ 2016 માં જ મુકત કરાયા હતા અને હવે તેઓએ ઈશરત કેસમાંથી પણ તેમને મુકત કરવા ગત મહિને જ ખાસ કોર્ટને અરજી કરી છે.


Advertisement