કાર કરતા અેસયુવીના વેંચાણમાં ૭ ગણો વધારો...

14 April 2018 03:22 PM
Business India
  • કાર કરતા અેસયુવીના વેંચાણમાં ૭ ગણો વધારો...

Advertisement

નવી દિલ્હી, તા. ૧૪ જો તમો વિચારી રહ્યા હોય કે નાની કાર અને સેદાનઅે ભારતીય ગ્રાહકોની પ્રથમ પસંદ હશે, તો ફરીથી વિચારો કારણ કે અેસયુવીનું વેચાણ ર૦૧૭રુ૧૮માં કામ કરતા સાત ગણુ થયું છે. અા ચલણ બદલાવવાનું કારણ નવા મોડેલ અને લોકોની બદલાતી જીવનશૈલી છે. નાની કારના વેચાણમાં ૩ ટકા વધારો ગત વષેૅ જોવા મળ્યો હતો જયારે વૈભવી કારના વેચાણમાં ર૧ ટકા વધારો થયો હતો. ફાસ્ટ ગાડીઅો કે જે કોમ્પ્યુટરથી સંચાલિત હોય તેમાં ઉપરાંત સ્કુટરના વેચાણમાં ર૦ ટકા વધારો જોવા મળ્યો છે. ઉપરાંત મોટર સાઈકલના વેચાણમાં પણ ૧૪ ટકા વધારો થયો છે. અેસયુવીના અાગમન બાદ પેસેન્જર વાહનોના વેચાણની ટકાવારી ૩૦ ટકા થાય છે. ભારતીય અોટોમોબાઈલ્સ ઉત્પાદકો દ્વારા જાહેર કરવામાં અાવેલા અાંકડા મુજબ અેસયુવીનું વેચાણ ર૦૧૭રુ૧૮માં ૯.ર લાખ યુનિટનું થયું હતું. જયારે અગાઉના ૭.૬ લાખ યુનિટનું હતું.જયારે નોન અેસયુવી સેગમેન્ટમાં કાર અને સેદાનના વેંચાણ ર૦૧૭રુ૧૮માં ર૧.૭ લાખ યુનિટ થયા છે. ર૦૧૬રુ૧૭માં ર૧ લાખ યુનિટ હતા. બજાર વિશ્ર્લેષકો જણાવે છે કે ભારતીય ગ્રાહકો અેસયુવીને નવા મોડલના કારણે પસંદ કરીરહયા છે તેમજ વિશ્ર્વસ્તરે અાજ ટ્રેન્ડ ચાલી રહયો છે જેથી હજુ પણ તેનું સ્થાન મજબૂત બનશે.


Advertisement