જમીન વિકાસ નિગમ કાંડ: પાંચ અધિકારીઓના નિવાસેથી 1.20 કરોડની સંપતિ હાથ લાગી

14 April 2018 03:19 PM
Ahmedabad Gujarat
  • જમીન વિકાસ નિગમ કાંડ: પાંચ અધિકારીઓના
નિવાસેથી 1.20 કરોડની સંપતિ હાથ લાગી

મેનેજીંગ ડાયરેકટરની સુચના મુજબ નાણા વસુલતા હોવાનું અધિકારીઓનું નિવેદન: પરમારને ત્રણ વર્ષથી વધારાની નોકરી કોની ભલામણથી? ચર્ચા

Advertisement

ગાંધીનગર તા.14
ગુજરાત જમીન વિકાસ નિગમનાં પાંચ અધિકારીઓ પર દરોડા દરમ્યાન 56 લાખની રોકડ પકડાયા બાદ તમામના નિવાસસ્થાનોએ સર્ચ દરમ્યાન લાખો રૂપિયાની સંપતિ હાથ થઈ હતી અને એવો ઘટસ્ફોટ થયો હતો કે મેનેજીંગ ડાયરેકટરની સુચના મુજબ અધિકારીઓ નાણાં મેળવતા હતા.
લાંચ રૂશ્વત વિરોધી વિભાગે ગુરૂવારે ગાંધીનગરમાં સચીવાલય નજીક આવેલ જમીન વિકાસ નિગમની કચેરીમાં દરોડો પાડયો હતો. મેનેજીંગ ડાયરેકટર કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેકટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઈ, સુપર વાઈઝર એમ.એમ.વાઘેલા તથા કંપની સેક્રેટરી એસ.વી. શાહના કબજામાંથી 56 લાખની અધિકની રકમ મળી આવી હતી.
અધિકારીઓની પૂછપરછમાં એવુ બહાર આવ્યું હતું કે મેનેજીંગ ડાયરેકટરની સુચના મુજબ કામ કરવામાં આવે છે અમે તેઓ પાસેથી મળેલા નાણાં પણ મેનેજીંગ ડાયરેકટર વતી સ્વીકારવામાં આવે છે.
જોઈન્ટ ડાયરેકટર કે.સી.પરમાર ત્રણ વર્ષથી નિવૃત થઈ ગયા હોવા છતાં કોના ઈશારે ડેપ્યુટેશન પર રાખવામાં આવ્યા હતા તે મુદ્દે પણ અનેકવિધ ચર્ચા થઈ રહી છે.
એસીબી દ્વારા પાંચેય અધિકારીઓના ઘરની જડતી લેવામાં આવી હતી તેમાં દેત્રોજાના નિવાસેથી 20 લાખ, પરમારના ઘેરથી 11.40 લાખ એસ.વી.શાહના મકાનમાંથી 8.75 લાખ, દેસાઈનાં મકાન અને લોકરમાંથી 63 લાખની રોકડ અને 7.50 લાખની અન્ય સંપતી તથા એમ.કે.વાઘેલાના મકાનમાંથી 8.75 લાખની સંપતી હાથ લાગી હતી.લાંચ રૂશ્વત વિરોધી વિભાગ દ્વારા દેત્રોજા પરમાર વગેરે સામે ભ્રષ્ટ્રાચારની કલમ 8.10 અને 13 (2) મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.


Advertisement