ધારીનાં શીવડ ગામે વીજચેકીંગ કર્મીની ફરજમાં રૂકાવટ

14 April 2018 02:57 PM
Amreli
Advertisement

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.14
ધારી ગામે વીજ કંપનીમાં ફરજ બજાવતા મેહુલભાઇ અજીતભાઈ લીંબાસીયા તથા તેમની સાથે વીજ ચેકીંગ કામ કરતા કર્મચારીઓ ગઇકાલે બપોરે ધારી તાલુકાના શીવડ ગામે વીજ ચેકીંગ કરી રહયા હતા ત્યાંરે ગામના સરપંચ ચંપુભાઇ તથા બે અજાણ્યાી માણસોએ વીજ ચેકીંગ ટીમને તેમની ફરજમાં અવરોધ ઉભો કરી ગાળો આપી, લાકડી જેવા હથીયારો ધારણ કરી વીજ ચેકીંગની ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાગની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઇ છે.
શ્રમીકનું મોત
રાજુલાનાં ચાંચબંદર ગામે રહેતા અને જાફરાબાદના લુણસાપુર ગામે આવેલ સિન્ટેમક્ષ કંપનીમાં દીવાલ પાડવાની કામની મજુરી કરતા સુખદેવ રૂપસીંગભાઇ શીયાળ નામનો 18 વર્ષીય યુવક પોતાના પિતા સાથે કામ કરી રહયો હતો ત્યા રે દીવાલ માથે પડશે તેવી બીક લાગતા ભયનાં કારણે એકદમ દોડવા લાગતા તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુથ થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Advertisement