ગીર-સોમનાથ જિલ્લાના આઠ ગામોમાં ગ્રામ સ્વરાજના કાર્યક્રમો

14 April 2018 02:55 PM
Veraval
Advertisement

વેરાવળ તા.14
ગીર-સોમનાથ જિલ્લાનાં આઠ ગામમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 14 એપ્રિલથી તા.5 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન યોજાનાર છે. આજે તા.14 એપ્રિલથી શરૂ થનાર આ અભિયાનમાં તા.14 ના રોજ સામાજીક ન્યાય દિવસ, તા.18 સ્વચ્છ ભારત દિવસ, તા.20 ઉજ્જવલા દિવસ, તા.24 રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ, તા.28 ગ્રામ શક્તિ અભિયાન તા.30 આયુષ્માન ભારત દિવસ અને તા.2/5/2018 નાં રોજ કિશાન કલ્યાણ દિવસ તેમજ તા.5/5/2018 ના રોજ આજીવીકા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે.
જિલ્લાનાં પસંદ થયેલા આઠ ગામોમાં વેરાવળનાં હસનાવદર, ઉમરાળા, નવાપરા અને ઇણાજ, સુત્રાપાડાનું કડસલા, કોડીનારનાં બોડવા, નાનાવડા અને ફરેડાનો સમાવેશ થાય છે. આ ગામોમાં ભારત સરકારની ફ્લેગશીપ યોજનાં તળે ગ્રામજનોને વિવિધ લાભ આપશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા આઠ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે જે સબંધિત દિવસ અને કાર્યક્રમ મુજબ સંકલન કરી લોકોને યોજનાકીય લાભ આપી શકાય તે માટે કાર્યવાહી હાથ ઘરવામાં આવનાર છે.
ઇજા
વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે રહેતા હમીરભાઇ કરશનભાઈ ડોડીયા ઉ.વ.55 તથા ઉના તાલુકાના નાંદણ ગામે રહેતી મોંઘીબેન બાબુભાઈ ચોહાણ ઉ.વ.50 અને જયુબેન નાનુભાઇ સોલંકીને ગઇ કાલે કોઇ જુદી-જુદી મારા મારીમાં ઇજાઓ સાથે વેરાવળ સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે.


Advertisement