નમૅદા પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરતા લોકોને અટકાવાતા પથ્થરમારો; અધિકારીઅોરુગ્રામજનો સામસામે

14 April 2018 12:38 PM
Bhavnagar
  • નમૅદા પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરતા લોકોને  અટકાવાતા પથ્થરમારો; અધિકારીઅોરુગ્રામજનો સામસામે

ભાવનગરના સિહોર પંથકમાં પાઈપલાઈન તોડી કરાતી પાણીચોરી સામે અાક્રમક કાયૅવાહીથી પરિસ્થિતિ કાબુ બહાર

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧૪ અેક બાજુ પાણીની તીવ્ર અછત વતાૅઈ રહી છે ત્યારે ભાવનગર પંથકમાં નમૅદાની લાઈનમાંથી પાણી ચોરીનું કૌભાંડ ઝડપાયુ છે. પાણીચોરી ઝડપાતા પોલીસ કાફલો સાથે તંત્ર દોડી ગયુ હતુ. લોકોનાં ટોળાઅે પથ્થરમારો કરતાં વાતાવરણ તંત્ર બન્યુ હતુ. તંત્ર દ્રારા કાયદેસરની કાયૅવાહી હાથ ધરાઈ હતી. મળતી વિગતો મુજબ નમૅદાની લાઈન મારફત ભાવનગર જીલ્લાનાં સિહોર અને સિહોર પંથકમાં પાણી પહોંચાડવામાં અાવે છે. પરંતુ અા નમૅદાની લાઈનમાં વસે ભંગાણ કરી કેટલાક તત્વો પાણીની ચોરી કરતાં હોવાની પાણી પુરવઠા નિગમ ગાંધીનગરનાં ઘ્યાનમાં અાવતાં ગાંધીનગરનાં અાયકારીઅો, નમૅદા નિગમનાં અધિકારીઅો, કાયૅપાલક ઈજનેર, સિહોર તાલુકા મામલતદાર, ભાવનગર શહેર રુ જીલ્લાનાં પીજીવીસીઅેલના અધિકારીઅો, પોલીસ અધિકારીઅો સહિત પોલીસ કાફલા સાથે સિહોર તાલુકાનાં મગલાણા ગામે ત્રાટકી બરવાળા નાવડા ગામ તરફથી અાવતી નમૅદાની લાઈનમાં ભંગાણ કરી તળાવ ભરાતા હોવાનું ખુલ્યુ હતુ. પાણી ચોરીથી ચોંકી ઉઠેલા અાયકારીઅોઅે પાણી ખેંચવા માટેનં ડીઝલ અેન્જીન તેમજ ઈલેકટ્રીક મોટર સહિત પાઈપો સહિતનો મુદામાલ કબજે કયુૅ હતું. દરમયાન દરોડાની કામગીરીથી લોકોનું ટોળુ દોડી અાવ્યુ હતુ અને અધિકારીઅો ઉપર પથ્થરમારો શરૂ કરતાં વાતાવરણ તંગ બન્યુ હતું. જાેકે પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.


Advertisement